ગુજરાતમાં 18 માર્ચ સુધીમાં સીવીયર હીટવેવની આગાહી, અમદાવાદમાં ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના સૂકા પવનોની અસરથી રાજ્યમાં ગરમી વધી છે. અમદાવાદમાં 15 માર્ચ સુધીમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હોય તેવું 20 વર્ષમાં પ્રથમવાર બન્યું છે.
ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમી(Heat)ની શરૂઆત થઈ ચૂકી છે. મંગળવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન (Temperature)નો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદ(Ahmedabad)માં પણ ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તો આગામી 18 માર્ચ સુધીમાં રાજ્યમાં સીવીયર હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના સૂકા પવનોની અસરથી રાજ્યમાં ગરમી વધી છે. અમદાવાદમાં 15 માર્ચ સુધીમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હોય તેવું 20 વર્ષમાં પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. તો સૌથા વધુ તાપમાનમાં બીજા ક્રમે અમદાવાદ રહ્યું હતું. 18 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીવીયર હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં તાપમાન વધવાની આગાહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કરાયુ છે.
હવામાનશાસ્ત્રી પ્રમાણે અમદાવાદમાં મોટેભાગે 25 માર્ચ પછી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, તેને બદલે 15 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ છે. જેનું મુખ્ય કારણ એ છે કે દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જેનાથી હીટવેવમાં અસામાન્ય વધારો થયો છે.. અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમ સૂકા પવનો ફુંકાયા હતા.
આ પણ વાંચો-
Vadodara: સોખડા હરિધામ વિવાદ મામલે વહીવટી તંત્ર, પોલીસ અધિકારી, સંતોની બેઠક મળી
આ પણ વાંચો-