Amreli: સિંહોના ટોળાએ 50 ઘેટાંને મોતને ઘાટ ઉતાર્યા, માલધારી પરિવાર ઉપર આવી મોટી આફત

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના ટોળાએ આંતક મચાવ્યો છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામમાં રાત્રીના સમયે 80 ઘેટાના વાડામાં સિંહો ત્રાટક્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 10:41 AM

અમરેલીના ગીર વિસ્તાર અને ગામડા વિસ્તારમાં સિંહ અવાર નવાર જોવા મળતા હોય છે. ઘણી વાર સિંહ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના ટોળાએ આંતક મચાવ્યો હોય તેના અહેવાલ આવ્યા છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામમાં રાત્રીના સમયે 80 ઘેટાના વાડામાં સિંહો ત્રાટક્યા. અને જેમાંથી 50 ઘેટાનું મારણ કર્યું તો અન્યને ઈજાગ્રસ્ત કર્યા. તો કેટલાક જીવન મરણની પથારી વચ્ચે જીવી રહ્યા છે. જેને પગલે માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતા રાજુલા ઇન્ચાર્જ રેન્જ ઓફિસર સહીત વનવિભાગ પણ દોડી આવ્યું અને તપાસ શરૂ કરી હતી. સિંહોના શિકારના કારણે હાલ માલધારી પરિવાર ઉપર મોટી આફત આવી છે. અને સરકાર સમક્ષ વળતર આપવા માગ કરી છે.

તો બીજી તરફ માલધારી પરની આફતના સમાચાર મળતા રાજુલા જાફરાબાદ પંથકના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃત્યું પામેલા પશુઓનું વળતર વધે તે માટે સરકારને પોતે રજુઆત કરશે તેમ જણાવ્યું હતુ. તેમજ હીરા સોલંકીએ પોતાની રીતે 51 હજાર રોકડા આપી માલધારી ઝડપથી ઉભા થાય તે માટે આર્થિક રીતે મદદ કરી હતી.

 

આ પણ વાંચો: Monsoon 2021: તોફાની વરસાદમાં એક જ દિવસમાં વધુ 10 ડેમો ઓવરફ્લો, જાણો કયા વિસ્તારમાં ડેમોની શું સ્થિતિ

આ પણ વાંચો: Kheda: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઓવરટેકિંગ દરમિયાનના અકસ્માતે લીધા 4 ના જીવ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">