રાજકોટ પોલીસ પર દારૂ ગુનામાં ઝડપાયેલા આરોપીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

|

Feb 16, 2022 | 5:33 PM

દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી રાકેશ પરમારનો પોલીસ પર આક્ષેપ છે કે, ગત 22 ડિસેમ્બરનાં રોજ યુનિવર્સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કર્યા બાદ ડી-સ્ટાફે ઢોર માર મારી અન્ય આરોપી સાથે ગંદી હરકતો કરાવી હડધૂત કર્યો હતો. 

રાજકોટમાં એક બાદ એક પોલીસ પર આક્ષેપોનો સિલસિલો વધી રહ્યો છે ત્યારે ફરી એક વ્યક્તિએ પોલીસ પર આક્ષેપો કર્યા છે. દારૂના ગુનામાં ઝડપાયેલા તહોમતદારે પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 22 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. યુનિવર્સિટીના પોલીસના ડીસ્ટાફ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. અને તહોમતદારો સાથે અશ્લીલ હરકતો બળજબરીથી કરાવી હતી. વ્યક્તિએ આ આક્ષેપ યુનિવર્સિટીના તત્કાલીન PSI એ.બી.જાડેજા, બલભદ્રસિંહ, જયંતીગીરી, હરપાલસિંહ સહિત 5 પોલીસકર્મી સામે આક્ષેપો કર્યા છે. નવાઈની વાત તો એ છે કે, ભોગ બનનાર વ્યક્તિએ કમિશનર ઓફિસમાં પણ જાણ કરી હતી. પરંતુ પોલીસકર્મીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ભોગ બનનાર વ્યક્તિના કહેવા મુજબ કોઈ કાર્યવાહી ન થતા અંતે ST/SC સેલમાં ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ આ મામલે ગૃહ વિભાગને પણ ફરિયાદ કરવામં આવી છે. પરંતુ ભોગ બનનારના આક્ષેપ બાદ શહેર ભરમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે, પોલીસ સ્ટેશનમાં આરોપી કે, ગુનેગારોના મૂળભૂત અધિકારનું ધ્યાન રાખવામાં આવે છે કે, કેમ.

દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી રાકેશ પરમારનો પોલીસ પર આક્ષેપ છે કે, ગત 22 ડિસેમ્બરનાં રોજ યુનિવર્સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કર્યા બાદ ડી-સ્ટાફે ઢોર માર મારી અન્ય આરોપી સાથે ગંદી હરકતો કરાવી હડધૂત કર્યો હતો.

આ પણ વાંચો : સીએનજી પર મળતા કમિશન મુદ્દે રાજ્યભરના 1200 પંપો બપોરે 1થી 3 વેચાણ બંધ રાખશે

આ પણ વાંચો : રાજકોટ : લેટર બોમ્બ પર રિપોર્ટ ક્યારે ? કમિશનકાંડના તપાસ રિપોર્ટમાં થઈ શકે છે વિલંબ

Next Video