સીએનજી પર મળતા કમિશન મુદ્દે રાજ્યભરના 1200 પંપો બપોરે 1થી 3 વેચાણ બંધ રાખશે

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કમિશન વધારવાના મુદ્દાઓને લઈને સીએનજી ડીલરો દ્વારા લાંબા સમય સુધી દર ગુરૂવારે સીએનજીનું વેચાણ બંધ કરવામાં આવામાં આવ્યું હતું ત્યારે ઓઇલ કંપનીઓ દ્વારા કમિશન વધારવા આશ્વાસન અપાયું હતું જે હજુ પુર્ણ કરાયું નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:24 PM

રાજ્યમાં સીએનજી (CNG) પંપોના ડીલરોને મળતા કમિશનની રકમમાં વધારે ન કરાતાં તેઓએ હડતાલું શસ્ત્ર ઉગામ્યું છે. આવતી કાલે રાજ્યભરમાં 1200 જેટલા સીએનજી પંપો હડતાલ (Strike) માં જોડાશે અને બપોરે 1થી 3 વાગ્યાના ગાળા દરમિયાન સીએનજીનું વેચાણ સંપુર્ણ બંધ રાખશે.

આવતીકાલે ગુરુવારે રાજ્યભરના પમ્પોમાં સીએનજી નું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કમિશન વધારવાના મુદ્દાઓને લઈને સીએનજી ડીલરો દ્વારા લાંબા સમય સુધી દર ગુરૂવારે સીએનજીનું વેચાણ બંધ કરવામાં આવામાં આવ્યું હતું અને સીએનજીની ખરીદી પણ અટકાવી દીધી હતી.

આ દરમિયાન ઓઇલ કંપનીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કમિશન માર્જિન વધારી આપવામાં આવશે. આ ખાતરી મળ્યા બાદ ઓઇલ કંપનીઓ પોતાનું વચન ભૂલી ગઈ હતી અને આ જ દિવસે સુધી આ કમિશન વધારી આપવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી આથી અંતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા આવતીકાલે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે 3 વર્ષ થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે. જેનું નિરાકરણ નહીં આવતા 17 ફેબ્રુઆરીને ગુરુવારે ગુજરાતના તમામ 1200 સીએનજી પમ્પ બપોરે 1 થી 3 વાગ્યા સુધી સીએનજીનું વેચાણ બંધ રાખશે. અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે. અમે આ અંગેની જાણ ત્રણેય ઓઇલ કંપનીને કરી આપેલ છે.

આ પણ વાંચોઃ Surat : રશિયા-યુક્રેનની યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ, જવેલરી એક્સપોર્ટમાં વિલંબની સંભાવના, છૂટક વેચાણ 40 ટકા ઘટ્યું

આ પણ વાંચોઃ Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">