Surat: ડ્રોનથી જુઓ સૂર્ય પુત્રી તાપીનો અદ્ભુત નજારો, નવા નીરથી બે કાંઠે વહી ઉઠી તાપી

|

Jul 21, 2022 | 7:48 PM

ડ્રોન (Drone) દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી (Tapi River) શહેરમાં બે કાંઠે હિલોળા લઈ રહેલી નજરે પડે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો, તેના કારણે નાના ઝરણાંથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

Gujarat Monsoon: ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું (South Gujarat) કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે. સુરતમાં વહેતી તાપી નદી ક્યાંકક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ડ્રોન (Drone) દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી (Tapi River) શહેરમાં બે કાંઠે હિલોળા લઈ રહેલી નજરે પડે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો, તેના કારણે નાના ઝરણાંથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ફક્ત સુરત જ નહીં વરસાદ બાદ વઘઈ, આહવા, સાપુતારા સહિત અનેક સ્થળો ઉપર કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

નોંધનીય છે કે 21 જૂલાઈના રોજ સવારે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2 લાખ 13 હજાર 727 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 99 હજાર 307 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમની જળસપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.25 પર પહોંચી ગઈ છે. જેથી ડેમના 22 દરવાજામાંથી 13 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લામાં નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ અને હથનુર ડેમથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા હરસંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે બપોરે ઉકાઈ ડેમમાં ઈનફ્લો વધીને 2.70 લાખ ક્યુસેકને પાર કરી ચુક્યો હતો અને સપાટી 333 ફુટને વટાવી જવા પામી છે. જેને પગલે હાલ ઉકાઈ ડેમમાંથી અંદાજે બે લાખ કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Next Video