સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન પલટી, સામે આવ્યો CCTV Video

| Edited By: | Updated on: Jul 08, 2024 | 3:06 PM

સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર સ્કૂલવાન પલટી જવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ આ ઘટના મુળદ પાટિયા નજીક બની હતી. વહેલી સવારે એ જતા સમયે ઈકો કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6ને ઈજા પહોંચી છે.

સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર મોટી દુર્ઘટના બની હતી. મુળદ પાટિયા નજીક રાજ્યધોરી માર્ગ ખાતે પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્કૂલવાન પલટી જવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સ્કૂલવાન પૂરપાટ ઝડપે હતી ત્યારે સામેથી અન્ય સ્કૂલવાન બસ આવતા કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ વાન પલટી ગઈ હતી. જેમાં 6 વિદ્યાર્થીને ઈજા થઈ છે.

કીમ-ઓલપાડ ખાતે સ્કૂલવાન પલટી

મળતી માહિતી મુજબ આ સ્કૂલવાનમાં કૂલ 9 વિદ્યાર્થીઓ હતા જેમાંથી 6 વિદ્યાર્થીઓને ઇજા થઈ છે. ત્યારે સ્કૂલવાન પલટી જવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. ત્યારે પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી છે.

CCTV આવ્યા સામે

સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર સ્કૂલવાન પલટી જવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ આ ઘટના મુળદ પાટિયા નજીક બની હતી. વહેલી સવારે એ જતા સમયે ઈકો કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6ને ઈજા પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકોને વાન માંથી બહાર કાઢ્યા હતા તેમજ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ સ્કૂલવાન પલટી તેના CCTV પણ સામે આવી રહ્યા છે.

Published on: Jul 08, 2024 03:05 PM