VIDEO : ચૂંટણી પહેલા જુનાગઢમાં વિરોધનો વંટોળ, કોંગ્રેસના આ ધારાસભ્ય સામે હાય… હાય ના નારા લાગ્યા !

|

Sep 29, 2022 | 7:01 AM

મહિલાઓએ કોંગ્રેસી ધારાસભ્યના નામના છાજિયા લઈ વિરોધ પ્રગટ કર્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election)  લઈ ધારાસભ્યને ટિકીટના આપવાની માગ કરાઈ હતી.

જૂનાગઢ (junagadh) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશી (Congress MLA Bhikha joshI) સામે ઘર આંગણે વિરોધનો વંટોળ ઉઠ્યો છે,  શહેરના કાળવા ચોક ખાતે અનુસુચિત જાતિના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન (protest) કરાયું હતુ. કાળવા ચોક ખાતે ધારાસભ્ય હાય હાયના નારા લાગ્યા હતા, તો મહિલાઓએ ધારાસભ્યના નામના છાજિયા લઈ વિરોધ પ્રગટ કર્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election)  લઈ ધારાસભ્ય ભીખા જોશીને ટિકીટ ના આપવાની માગ કરાઈ હતી.

પાટીદારોને આકર્ષવા કોંગ્રેસ માતાજીના શરણે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Elections) રણશિંગું ફુંકાઈ ગયું છે. તો દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં જંગ જીતવા માટે પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કરી દીધા છે. ગઈ કાલે રાજકોટના રેસકોર્ષ ખાતેથી નીકળેલી કોંગ્રેસની (Congress) ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ખોડલધામ પહોંચી હતી. ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ખોડલધામ પહોંચતા જ નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કર્યુ હતુ. વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ મુદ્દે લોકોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ જે મુદ્દાઓ સાથે કોંગ્રેસ નીકળી છે. તેમાં તેમને વિજય મળે તેવી આશા વ્યક્ત કરી છે.

Next Video