Surat: સુરત પોલીસ ગણેશ મહોત્સવ સહિતના તહેવારોને લઈ એલર્ટ, પિસ્તોલ સાથે એક યુવકને ઝડપ્યો, જુઓ Video
ગણેશ મહોત્સવ નજીક આવતા જ રાજ્યની પોલીસ સતર્ક બની છે. સુરત પોલીસ પણ હાલમાં એલર્ટ મોડમાં છે અને વિસ્તારમાં બારીકાઈથી નજર તમામ હરકતો પર રાખવામાં આવી રહી છે. સુરતમાં આવી જ રીતે નજર રાખવા દરમિયાન સારોલી પોલીસ દ્વારા એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. ગણેશ મહોત્સવ પહેલા જ આ રીતે હથીયાર સાથે યુવક ઝડપાતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

આરોપી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. તેણે આ પિસ્તોલ ભારતીય બનાવટની મહારાષ્ટ્રમાંથી ખરીદી હતી. સારોલી પોલીસે યુવક પિસ્તોલ મહારાષ્ટ્રથી અહીં સુધી કેવી રીતે લઈને આવ્યો એ અંગેની તપાસ શરુ કરી છે. આ સાથે જ પોલીસ દ્વારા હવે ગણેશ મહોત્સવ સહિતના તહેવારોને લઈ સતર્કતા દાખવવા સાથે કડક પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.