સુરત: 500 કરોડના ખર્ચે બનશે સરદારધામ, 2 હજાર વિદ્યાર્થીઓ રહી શકશે, જુઓ વીડિયો
કામરેજના અંત્રોલી ગામની સીમમાં 31 વિઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારા સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પહેલા ફેઝમાં 500 કરોડના ખર્ચે સરદારધામ તૈયાર કરવામાં આવશે. સરદારધામના મુખ્ય દાતા જયંતી બાબરીયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપુજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
સુરતના અંત્રોલી ખાતે સરદારધામના ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો. 500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગપ્રધાન પુરૂષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. તો પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કામરેજના અંત્રોલી ગામની સીમમાં 31 વિઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારા સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પહેલા ફેઝમાં 500 કરોડના ખર્ચે સરદારધામ તૈયાર કરવામાં આવશે. જેમાં 2000 દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડીશરી, સપોર્ટ કોમ્પલેક્ષ, ડિફેન્સ એકડેમી, સ્કીલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
સરદાર ધામના મુખ્ય દાતા જયંતી બાબરીયા, સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપુજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો સીઆર પાટીલે ખામ થિયરીના સર્જક પૂર્વ CM માધવસિંહ સોલંકી પર કર્યા આડકતરા પ્રહાર, જુઓ