Vadodara : ગણેશ મહોત્સવને લઈ પોલીસ ભવનમાં શાંતિ સમિતીની બેઠક, કોમી એકતા જાળવવા કરાયુ મંથન

|

Sep 04, 2022 | 8:32 AM

આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનો તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

વડોદરામાં (Vadodara) ગણેશ મહોત્સવને લઈ પોલીસ ભવનમાં (Vadodara police) શાંતિ સમિતીની બેઠક મળી. જેમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન દિવસ દરમિનયાન કાયદો વ્યવસ્થા અને કોમી એકતા જળવાય રહે તે માટે મંથન કરાયું. આ ઉપરાંત ગણેશ પંડાલોમાં(Ganesh Pandal)  રાત્રીના સમયે તથા વિસર્જનના દિવસે ટ્રાફિક સહિતની વ્યવસ્થા જળવવા અંગે સૂચનો કરાયા.પોલીસ કમિશનરના (Police Commissioner) અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર પણ હાજર રહ્યા. ઉપરાંત પોલીસ અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનો તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજમના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

બાપ્પાના પંડાલમાં જોવા મળ્યો આરતી અને બંદગીનો સમન્વય

ગણપતિ પંડાલમાં પૂજા અને આરતી ઉતારી મુસ્લિમ યુવકો અને વડીલો કોમી એકતાનું આદર્શ ઉદાહરણ પૂરૂ પાડતા હોય તેવા દ્રશ્ય અનેક સ્થળે જોવા મળે છે.ત્યારે જુનાગઢના મધુરમ વિસ્તારના લોકગાયક શબ્બીર ચોરવાડા પણ સોસાયટીના ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav)માં વર્ષોથી ભાગ લે છે. ગણપતિ મહારાજમાં અપાર શ્રદ્ધા ધરાવતો શબ્બીર શ્રીજીના સુશોભન અને પૂજાની તૈયારી કરે છે.

હિંદુ શ્રદ્ધાળુની જેમ આરતી ઉતારી સોસાયટીના અન્ય ભક્તોને પ્રસાદ પણ વહેંચે છે. ગણેશ મહોત્સવ સમયે બટુક ભોજન, લોકડાયરો, સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમોમાં પણ શબ્બીર અને તેની પત્ની રેશ્મા ચોરવાડા પૂરતો સહકાર આપે છે. ગણપતિ પંડાલમાં જ શબ્બીર નમાઝ પણ પઢે છે. બાપ્પાના પંડાલમાં હિંદુ અને મુસ્લિમ બંને પૂજા પદ્ધતિથી પ્રભુને પ્રાર્થના કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.

Next Video