પંચમહાલના જંગલમાંથી મળ્યા સંજીવની દૂધના પેકેટ, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા, જુઓ Video

|

Sep 14, 2023 | 11:00 PM

જિલ્લા અને તાલુકા કક્ષાએથી તપાસ કરવામાં આવશે. પાઉચના બેચ નંબર આધારે દૂધ કઈ શાળા અથવા કંઈ આંગણવાડીને આપવામાં આવ્યું હતું તે અંગેની તપાસ થશે. તપાસ બાદ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરાશે. હજુ સુધી વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી નથી.

Panchmahal : ઘોઘંબામાં ફરી TV9ના અહેવાલની અસર થઈ. જંગલ વિસ્તારમાં સંજીવની દૂધના (Sanjeevani milk) પેકેટ ફેંક્યાના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું છે. ઘોઘંબાના માલુ ગામ નજીક જંગલમાંથી સંજીવની દૂધના પેકેટ મળી આવતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો Panchmahal: ગોધરાની સેશન્સ કોર્ટે પૂર્વ IAS એસ. કે. લાંગાના આગોતરા શરતી જામીન રદ કર્યા, પોલીસે અરજી કરતા હુકમ કરાયો, જુઓ Video

જિલ્લા અને તાલુકા કક્ષાએથી તપાસ કરવામાં આવશે. પાઉચના બેચ નંબર આધારે દૂધ કઈ શાળા અથવા કંઈ આંગણવાડીને આપવામાં આવ્યું હતું તે અંગેની તપાસ થશે. તપાસ બાદ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરાશે. હજુ સુધી વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી નથી. ત્યારે પ્રજાના મનમાં અનેક સવાલ ઉભા થાય છે કે, બાળકોને કેમ ન આપ્યા દૂધના પેકેટ, તો જંગલમાં દૂધના પેકેટ કોણ ફેંકી ગયું? જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ? શું આવી રીતે બાળકોને કુપોષણમાંથી બહાર લવાશે?

 પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:04 pm, Thu, 14 September 23

Next Video