બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને 56 હજાર કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો, જુઓ વીડિયો
વિવિધ ફળ અને મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરરોજ લાખોની સંખ્યામાં લોકો દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે.
સાળંગપુર હનુમાનજીને 56 હજાર કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના 175મા શતામૃત મહોત્સવ દરમિયાન મંદિરમાં બીરાજમાન હનુમાનજીની વિશાળ પ્રતિમાને વિવિધ ફળ અને મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી ઉપસ્થિત રહ્યા.
આ પણ વાંચો સાળંગપુર હનુમાનજી દાદાને 1 કિલો સોનુ અને હીરા જડિત મુગટ કરાયો અર્પણ, જુઓ વીડિયો
આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરરોજ લાખોની સંખ્યામાં લોકો દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે લોકોની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે મહોત્સવના તમામ સ્થળો CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. મોનિટરિંગ રૂમમાંથી તમામ પ્રકારની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.