સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ મામલે નૌતમ સ્વામીનું નિવેદન, આ મુદ્દે કોર્ટમાં યોગ્ય જવાબ આપવામાં આવશે, જૂઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2023 | 2:02 PM

એડવોકેટ રવિ રાઠાડે જણાવ્યું કે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે રજૂ કરાતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે, ત્યારે આ વિવાદિત ચિત્રો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો આગળ કાનૂની કાર્યવાહી કરાશે. બીજી તરફ નૌતમ સ્વામીએ સત્સંગીઓને વિચલિત ન થવાની પણ સલાહ આપી. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે. સ્કંદપુરાણ સહિતના પુરાણોમાં તેમનો ઉલ્લેખ છે.

Anand : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ (Salangpur temple controversy) મામલે હવે કાનૂની લડતના મંડાણ થયા છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા દાદાના અપમાન બદલ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જણાવ્યું કે હનુમાનજી એ સ્વામિનારાયણ ભગવાનના કુળદેવ છે. ભગવાનના જેટલા પણ અવતાર થયા તેમની હનુમાનજીએ સેવા કરી છે. હનુમાનજીએ ભગવાનના અવતાર સ્વામિનારાયણ ભગવાનની પણ અનેક વખત સેવા કરી છે. આ મામલે જો કોઇને પ્રશ્ન હોય તો યોગ્ય ફોરમ પર જઇને વાત કરે. જે નોટિસ મોકલવામાં આવી છે તે મુદ્દે કોર્ટમાં યોગ્ય જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો-Morbi Bridge Collapse Breaking : SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, મોરબી નગરપાલિકા અને ઑરેવા કંપનીની સંયુક્ત બેદરકારી પુલ તૂટ્યો

એડવોકેટ રવિ રાઠાડે જણાવ્યું કે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે રજૂ કરાતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે, ત્યારે આ વિવાદિત ચિત્રો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો આગળ કાનૂની કાર્યવાહી કરાશે. બીજી તરફ નૌતમ સ્વામીએ સત્સંગીઓને વિચલિત ન થવાની પણ સલાહ આપી. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે. સ્કંદપુરાણ સહિતના પુરાણોમાં તેમનો ઉલ્લેખ છે. જો કોઇએ ચર્ચા કરવી હોય તો સ્વામિનારાયણના સંતો દરેક મુદ્દે જવાબ આપવા તૈયાર છે.

શું છે સમગ્ર ઘટના ?

બોટાદના સાળંગપુરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનુ અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંતચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નિચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 01, 2023 01:41 PM