સાગબારામાં ખેડૂત આંદોલન, 80,000 પેન્ડિંગ દાવાઓ પર સરકારની બેઠક, રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
નર્મદાના સાગબારામાં જમીનના હક માટે આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે આશા જાગી છે. રક્ષાબંધન પર્વ બાદ રાજ્યના વન પ્રધાન અને પ્રભારી મંત્રી સાગબારા જશે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જમીનના હક માટે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાદ હવે એક મોટો અપડેટ સામે આવ્યો છે. ગુજરાત સરકાર આંદોલનકારી ખેડૂતો સાથે સીધી ચર્ચા કરવા માટે તૈયાર છે. રક્ષાબંધન પર્વ પૂર્ણ થયા બાદ રાજ્યના વન પ્રધાન અને પ્રભારી મંત્રી સાગબારાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરશે અને ખેડૂતોની રજૂઆતો સાંભળશે.
સરકાર અને ખેડૂતો વચ્ચેની આ ચર્ચામાં જંગલની જમીનના હક અને આશરે 80,000 પેન્ડિંગ દાવાઓનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે. સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથેની તાજેતરની બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. સરકારના આ પગલાથી પોતાના હક માટે લડી રહેલા સાગબારાના ખેડૂતોમાં નવો આશાનો સંચાર થયો છે કે વર્ષો જૂનો આ જમીન વિવાદ ઉકેલાશે. સરકાર હવે આ દાવાઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
190 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં! અમદાવાદની શાળામાં એવું શું થયું કે શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય?
