Sabarkantha: કામધેનુ યુનિવર્સિટી અને પશુપાલન પોલીટેકનિક કોલેજને અન્યત્ર ખસેડવાની હિલચાલને પગલે સ્થાનિકોમાં રોષ

|

Jan 23, 2022 | 11:12 AM

સાબરકાંઠા જિલ્લામાં આવેલ કામધેનુ યુનિવર્સિટી અને પશુપાલન પોલીટેકનિક કોલેજને અન્ય સ્થળે ખસેડવાની હીલચાલને પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનો સામે આંદોલનના શ્રી ગણેશ કર્યા છે.

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આવેલ કામધેનુ યુનિવર્સિટી (Kamadhenu University) અને પશુપાલન પોલીટેકનિક કોલેજને અન્ય સ્થળે ખસેડવાની હીલચાલને પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનો સામે આંદોલનના શ્રી ગણેશ કર્યા છે.

હિંમતનગરના રાજપુર ગામે કામધેનુ યુનિવર્સિટીનુ નિર્માણ કરવામા આવ્યુ છે. હાલમા અહીં પશુપાલન પોલીટેકનિક કોલેજ તેમજ પશુ આરોગ્ય હોસ્પિટલ ચાલી રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે મોડેલ બની રહે તે હેતુસર યુનિવર્સિટી ઉભી કરવાનુ આયોજન કર્યુ હતુ. આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ખાતમુર્હત કરી નિર્માણ કાર્ય શરુ કરાયુ હતુ. પરંતુ હવે કામધેનુ યુનિવર્સિટી ને કચ્છ ભૂજ ખસેડવાની હિલચાલ શરુ થઈ છે. જેની માહિતી મળતા સ્થાનિકોમાં
નારાજગી જોવા મળી રહી છે.

એક તરફ 99 હેકટર વિસ્તાર જમીનમાં પૂર જોશમાં નિર્માણ કાર્ય તબક્કા વાર ચાલી રહ્યુ છે. બીજી તરફ પોલિટેક્નિક અને હોસ્પિટલ શરુ થઈ ચુકી છે. એટલુ જ નહીં વધુ સ્ટાફ પણ રાજ્ય સરકારે ફાળવી દીધો છે ત્યારે હવે સ્થળાંતર કરવાની પેરવી થતા સ્થાનિકોમા રોષ વર્તાઈ રહ્યો છે. હાલમાં આ યુનિવર્સિટી અને પશુપાલન પોલીટેકનિક કોલેજને કારણે આસપાસના અનેક ગામડાઓના પશુ પાલકોને સિધો ફાયદો મળી રહ્યો છે. જેને કારણે યુનિવર્સીટી ખસેડવાની વાતને લઈ આંદોલન કરવાની શરુઆત કરાઈ છે.

આ પણ વાંચો-

અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 43 હજારે પહોંચ્યો, જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ કેસ

આ પણ વાંચો-

Chhota udepur: દુકાનની બહાર રાખેલા સામાનમાં એક વ્યક્તિએ લગાવી આગ, જુઓ સમગ્ર ઘટના આ વીડિયોમાં

Next Video