હિંમતનગરમાં ફટાકડાં ફોડવાને લઈ વૃદ્ધની હત્યા, 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી
7 આરોપીની ધરપકડ

Follow us on

હિંમતનગરમાં ફટાકડાં ફોડવાને લઈ વૃદ્ધની હત્યા, 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

| Updated on: Nov 15, 2023 | 3:42 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવા ગામે તહેવારોને લઈ ફટાકડા ફોડવાને લઈ ઘર્ષણ સર્જાયુ હતુ. યુવાનો મોટા અવાજના ફટાકડા પોતાની ઘર તરફ નાંખતા હોવાને લઈ વૃદ્ધે ઠપકો આપ્યો હતો. ઠપકો સાંભળીને ફટાકડાં ફોડતા યુવકોએ વૃદ્ધને માર મારતા સારવાર માટે ખસેડવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનુ મોત નિપજ્યુ હતુ. ઘટનાને પગલે બે યુવાનો સામે ગુનો નોંધીને હિંમતનગર પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

તહેવારોની ખુશીઓ વચ્ચે નવા ગામમાં માતમ છવાયો છે. ગામના વડીલને ગામના જ યુવાનોએ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. હિંમતનગર તાલુકાના નવા ગામે પડતર દિવસે યુવાનો ફટકડા ફોડી રહ્યા હતા. જેમાં કેટલાક યુવકો મોટા અવાજના ફટાકડા પુનમચંદ હાથીભાઈ પટેલના ઘર તરફ સળગાવીને નાંખતા હતા. જેથી વૃદ્ધ પુનમચંદભાઈ અને તેમની પુત્રી જુહી પટેલ તથા વિનોદભાઈ યુવાનોને ફટકડા યોગ્ય રીતે ફોડવા માટે સમજાવ્યા હતા. એમ છતાં તેઓ માનતા નહોતા અને ઘર તરફ ફટાકડા ફોડતા હતા. આ અંગે કહેવા જતાં યુવાનોએ તેમને વળતુ સંભળાવ્યુ હતુ કે, અમે અહીં જ ફટાકડા ફોડીશું તમે શું કરી લેશો.

આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ

જયદીપ દીલીપભાઈ પરમાર અને બ્રિજેશ ગોવિંદભાઈ પરમારે ઉગ્ર થઈને ધક્કો મારી દઈને વૃદ્ધને નિચે પાડી દીધા હતા. ત્યાર બાદ સાત જેટલા યુવાનો સહિતના આરોપીઓએ માર માર્યો હતો. જેને લઈ વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વૃદ્ધને ગંભીર ઈજાને લઈ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ. હિંમતનગર શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં 7 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ડીવાયએસપી અતુલ પટેલ સહિત પોલીસનો કાફલો ઘટના બાદ સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. સાતેય આરોપીઓને હિંમતનગર પોલીસે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપી

  1. જયદીપ દિલીપભાઈ પરમાર
  2. બ્રિજેશ ગોવિંદભાઈ પરમાર
  3. હર્ષ પ્રવીણભાઈ પરમાર
  4. નીખીલ પ્રવીણભાઈ પરમાર
  5. હર્ષ ઉર્ફે મોન્ટુ સુરેશભાઈ પરમાર
  6. કુલદીપ નટુભાઈ પરમાર
  7. તમામ રહે પરમાર ફળિયું,નવા,હિંમતનગર

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 15, 2023 03:40 PM