સાબરકાંઠામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટના, મૈત્રી કરાર કરનાર પ્રેમી યુગલને સમાજના બની બેસેલા ઠેકેદારોએ આપી તાલીબાની સજા- Video

| Edited By: | Updated on: Jun 20, 2026 | 8:47 PM

સાબરકાંઠામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના સરેઆમ ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રેમી યુગલે મૈત્રી કરાર કરી લેતા તેને સમાજના બની બેસેલા ઠેકેદારોએ કાયદો હાથમાં લઈને તાલિબાની સજા આપી. યુવક સાથે બર્બરતા આચરવામાં આવી.

સાબરાકાંઠાના ઈડરમાં સમાજના બની બેસેલા ઠેકેદારોએ કાયદો હાથમાં લઈ પ્રેમી યુગલને નિર્દયતાથી રંઝાડવાનું કામ કર્યુ. એક સમાજના યુવક યુવતીએ મૈત્રી કરાર કરી લેતા યુવકનું અપહરણ કરી તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી 10 થી વધુ લોકોએ ઢોર માર મા્યો. યુવકને બાંધી તેને લાકડીના ફટકા મારવામાં આવ્યા. તેનું મુંડન કરવામાં આવ્યુ. બાદમાં તેને નપુંસક કરવાની દવા પીવડાવી હોવાનો આરોપ પણ ભોગ બનનાર યુવકે લગાવ્યો છે.

યુવકે પોતાના જ સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેઓ એક ખાનગી હોસ્પિટલમાં હતા ત્યાંથી યુવકનું 7 જેટલા લોકોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યુ હતુ. ત્યારબાદ તેને વડગામ લઈ જઈને ત્રણ દિવસ સુધી ગોંધી રખાયો હતો અને બાંધીને માર મરાયો હતો. યુવકે સમગ્ર મામલે યુવતીના કાકા સસરા અને દિયર સહિત 9 લોકો સામે ઈડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવકે તેની સાથે કરવામાં આવેલા અત્યાચાર સામે ન્યાયની માગ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકા એ ફરી કર્યુ બુદ્ધિનું પ્રદર્શન… નવરંગપુરામાં ધમધમતા રોડને સાંકડો કરી ફુટપાથ પહોળો કરતા સ્થાનિકોમાં રોષ

Published on: Jun 20, 2026 08:25 PM
Follow Us