Sabarkantha: હિંમતનગરને દિવાળીના તહેવારોમાં સ્વચ્છ રાખવા અનોખુ આયોજન, 5000 ડસ્ટબીન મુકાશે, જુઓ Video

|

Oct 13, 2023 | 6:36 PM

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને મહા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. આ દરમિયાન હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે તમામ વેપારીઓને 15 લીટરની સાઈઝના ડસ્ટબીન આપવામાં આવશે. સ્વચ્છતા જળવાઈ રહે એ માટે થઈને વેપારીઓને અપીલ કરવામાં આવી છે અને શહેરને ચોખ્ખુ રાખવા માટે સમજાવવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને મહા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. આ દરમિયાન હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે તમામ વેપારીઓને 15 લીટરની સાઈઝના ડસ્ટબીન આપવામાં આવશે. સ્વચ્છતા જળવાઈ રહે એ માટે થઈને વેપારીઓને અપીલ કરવામાં આવી છે અને શહેરને ચોખ્ખુ રાખવા માટે સમજાવવામાં આવ્યા છે. આ પહેલ તાજેતરમાં ભાદરવી પૂનમે લક્ષદ્વીપ અને દીવ દમણના પ્રશાસકે હિંમતનગરની મુલાકાત દરમિયાન શરુ કરાવી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: ખેડબ્રહ્માના અંબાજી મંદિરમા ભક્તોએ દાનપેટી છલકાવી દીધી, થઈ અધધ..આવક, જુઓ Video

પ્રશાસક પ્રફુલ પટેલે આ માટે 5000 ડસ્ટબીન દમણથી સ્વચ્છતા માટે ભેટ નગર પાલિકા માટે મોકલવાની વાત કહી હતી અને એ મુજબ ટ્રકો ભરીને ડસ્ટબીન હિંમતનગર આવી પહોંચ્યા હતા. તેઓએ શહેરમાં નાના મોટા તમામ વેપારીઓ અને રેસ્ટોરંટમાં અને પાર્લરમાં ડસ્ટબીન ફરજીયાત મુકવા માટેની સૂચના આપી છે. તેમાં જમા થયેલ કચરો કલેક્ટ કરવા માટે પણ યોગ્ય નેટવર્ક અને વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેથી દિવાળીના તહેવારોમાં સ્વચ્છ શહેર બની રહે. આ માટે શહેરને 500 ટ્રકો કચરો નિકાળીને સાફ કરવામાં આવ્યુ છે.

ડસ્ટબીન આવી પહોંચતા હિંમતનગરના ધારાસભ્ય અને પૂર્વ કાયદાપ્રધાન વિનેન્દ્રસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ, કોર્પોર્ટેરટરો સહિત શહેરના અગ્રણીઓ ડસ્ટબીનની ટ્રકોને આવકારવા માટે પાલિકા પહોંચ્યા હતા અને દમણ પ્રશાસકનો આભાર શહેર વતીથી માન્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:21 pm, Fri, 13 October 23

Next Video