SabarDairy: પશુપાલકો માટે ખુશીના સમાચાર, જન્માષ્ટમી તહેવાર સમયે દુધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જુઓ Video

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ દુધના ખરીદ ભાવોમાં વધારો કર્યો છે. આમ જન્માષ્ટમી પહેલા જ સાબરડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. બીજી વાર આ ભાવ વધારો સાબરડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ વીસ રુપિયાનો વધારો પ્રતિ કિલોફેટે કર્યો હતો. વધુ એકવાર ભાવ વધારો જાહેર કરતા 10 રુપિયા […]

| Updated on: Sep 06, 2023 | 8:45 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ દુધના ખરીદ ભાવોમાં વધારો કર્યો છે. આમ જન્માષ્ટમી પહેલા જ સાબરડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. બીજી વાર આ ભાવ વધારો સાબરડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ વીસ રુપિયાનો વધારો પ્રતિ કિલોફેટે કર્યો હતો. વધુ એકવાર ભાવ વધારો જાહેર કરતા 10 રુપિયા પ્રતિકિલો ફેટે હવે પશુપાલકોને વધારે મળશે. નવા ભાવ વધારાનો અમલ આગામી સપ્તાહથી કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Aravalli: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, મુરઝાતા પાકને રાહત, જુઓ Video 

સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે આ અંગે મીડિયાને માહિતી આપતા કહ્યુ હતુ કે, લગભગ ત્રણ લાખ કરતા વધારે પશુપાલકોને આ લાભ મળશે, હાલમાં પશુપાલન સાથે જોડાયેલા લોકોને પશુપાલન ખર્ચને પહોંચી વળવાને થઈને આ ભાવ વધારો વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા સતત પોષણક્ષમ ભાવ આપવામાં રાજ્યમાં અન્ય ડેરીની તુલનામાં આગળ રહી છે. આ રીતે જ ફરી એકવાર ભાવ વધારો જાહેર કરતા પશુપાલકોમાં આનંદ છવાયો છે. નવો ભાવ વધારો 11 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">