કચ્છ જિલ્લાના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી છે. આજથી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો પ્રારંભ થયો છે. ભૂજમાં આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક ચાલવાની છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યકમમાં હાજરી આપશે.
આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકા : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી લીધા આશિર્વાદ
ભૂજમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજથી શરુ થઇ છે. ત્યારે મોહન ભાગવત સહિતના સંઘના મહત્વના હોદ્દેદારો આજે બેઠકમાં હાજર રહેવાના છે. બેઠકના પ્રથમ દિવસે આજે મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલ હાજર રહેવાના છે. અહીં કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા છે. આ માટે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.