Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે

Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 10:17 AM

સુરતમાં ફરી 6 લાખની લૂંટ સામે આવે છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફીસમાં ચહેરા પર રૂમાલ બાંધી ચોરી કરવા આવેલો ચોર CCTVમાં કેદ થયો છે.

Surat Crime: સુરતમાં દિવસેને દિવસે ગુનાઓ વધતા જઈ રહ્યા હોય એવું લાગે છે. અવાર નવાર ચોરી અને લુંટના સમાચાર આવવા લાગ્યા છે. તો લુંટની અન્ય એક ઘટના સુરતમાં નોંધાઈ છે. ત્યારે સુરતમાં આવેલી વેસુમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સની (tour and travels) ઓફિસમાંથી 8 મિનિટમાં 6 લાખની ચોરી થયાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. સમગ્ર ઘટનામાં ચોર ચહેરા પર રૂમાલ બાંધીને આવે છે. અને ચોરી કરીને ફરાર થઇ જાય છે.

ચહેરા પર રૂમાલ બાંધી ચોરી કરવા આવેલો ચોર CCTVમાં કેદ થયો છે. તો ડ્રોવરમાં મુકેલા ગ્રાહકોના બુકીંગના રોકડા રૂપિયા 6 લાખની ચોરી કરીને ઠગ ભાગી ગયો છે. આ સમગ્ર ઘટનામાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામાં જોવા મળી રહ્યું છે કે ચોર રૂમાલ બાંધીને આવે છે. તો ડ્રોવર તપાસીને એમાંથી 6 લાખ ઉઠાવી લે છે. માત્ર 8 મિનીટમાં ચોરી કરી ફરાર થઇ જાય છે. તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં કડક કાર્યવાહી, અગાઉ બે વાર પેપર લીક કર્યા હોવાની આશંકા

આ પણ વાંચો: Banana Farming : ખેડૂતોની મુશ્કેલી વધી, કેળાના ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું ઓમિક્રોનની અસર છે ?

Published on: Dec 28, 2021 09:51 AM
g clip-path="url(#clip0_868_265)">