Gujarat Video: સામાન્ય વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનના દાવા ધોવાયા, કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં રોષ

|

Jul 04, 2023 | 8:58 PM

Vadodara: વડોદરા કોર્પોરેશન (Vadodara Municipal Corporation) ના વિકાસના દાવાઓ સમાન્ય વરસાદમાં જ ધોવાઈ જવા પામ્યા છે. શહેરના અનેક રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જવા પામ્યા છે. શહેરના રસ્તાઓ ચોમાસાની શરુઆતે જ બિસ્માર બન્યા છે અને પ્રજા પરેશાન બની છે.

 

વડોદરા કોર્પોરેશનના વિકાસના દાવાઓ સમાન્ય વરસાદમાં જ ધોવાઈ જવા પામ્યા છે. શહેરના અનેક રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જવા પામ્યા છે. શહેરના રસ્તાઓ ચોમાસાની શરુઆતે જ બિસ્માર બન્યા છે અને પ્રજા પરેશાન બની છે. અનેક રસ્તાઓ પર થી વાહન હંકારીને પસાર થવુ ખૂબ જ મુશ્કેલ બન્યુ છે. શહેરમાં મહારાજા ચાર રસ્તાથી નિલમબાગ વિસ્તાર સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે. હાઈવે તરફ જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો છે અને રસ્તા પર ખાડા પડ્યા છે.

પત્રકાર ચોકડીનો માર્ગ પણ ધોવાઈ જતા રસ્તા પર ખાડા પડ્યા છે. જેને લઈ સ્થાનિક લોકો રોષે ભરાયા છે. વિસ્તારની 300 જેટલી સોસાયટીઓના લોકોએ આ માટે રજૂઆત કરીને હવે વેરો ભરવાથી દૂર રહેવાની ચિમકી આપી છે. વડોદરા કોર્પોરેશન સામે હવે સ્થાનિક લોકો રોષ ઠાલવી રહ્યા છે. ખરાબ રસ્તાને કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

 

આ પણ વાંચોઃ ACB: ક્રિકેટરે બોર્ડના અધ્યક્ષ સામે જ ભ્રષ્ટાચારીના કરી દીધા આક્ષેપ, ખેલાડીએ ટીમથી લઈ લીધો બ્રેક

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:57 pm, Tue, 4 July 23

Next Video