Surat Road: વરસાદ બાદ જિલ્લામાં સારા રસ્તા શોધવા એક પડકાર, સુરત શહેરમાં પણ રસ્તાની હાલત બિસ્માર, જુઓ Video

Surat Road: વરસાદ બાદ જિલ્લામાં સારા રસ્તા શોધવા એક પડકાર, સુરત શહેરમાં પણ રસ્તાની હાલત બિસ્માર, જુઓ Video

| Edited By: | Updated on: Jul 31, 2023 | 6:52 PM

સુરતમાં વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થયું. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે ચડી રહ્યા છે. વાહનચાલકો પણ આ તૂટેલા રસ્તાને કારણે પરેશાન છે. એટલે કે હવે માટી-પથ્થરથી સુરતીઓની મુશ્કેલી વધી છે તેમ કહી શકાય.

Surat: વરસાદ બાદ રાજ્યના રસ્તાઓમાં સારા રસ્તા શોધવા એક પડકાર સમાન લાગી રહ્યું છે. સુરત શહેરમાં પણ રસ્તાની હાલત બિસ્માર છે. મોટાભાગના રસ્તાનું ધોવાણ (Road erosion) થઈ ગયું છે. તો અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા જ જોવા મળી રહ્યા છે. કાપોદ્રા, વરાછા, કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ રસ્તાની હાલત ખરાબ છે.

આ પણ વાંચો  : Surat : સચિનમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મનો કેસ, આરોપી દોષિત જાહેર, જુઓ Video

છેલ્લા 3 મહિનામાં સુરત મનપાએ 85 કરોડનો ખર્ચ કર્યો છે.. ખરાબ રોડની ઓનલાઈન ફરિયાદો પણ મળી રહી છે.. જો કે, ખાડા પુરવા માટે માટી અને પથ્થર નાખી દેતા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે, વધુ પરેશાની સર્જાઈ રહી છે. રોડ પર પથ્થર જેમતેમ પાથરી દેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો