રાજકોટમાં વરસાદ ખેંચાતા RMC એકશનમાં, જળ સંકટ દૂર કરવા RMC પાણી માગશે, જુઓ Video

|

Sep 11, 2023 | 6:18 PM

વરસાદ ખેંચાતા રાજકોટ મનપા એકશનમાં આવ્યું છે. મનપા સૌની યોજનાના પાણીની માગ કરશે. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી માગશે. હજુ વરસાદ ખેંચાશે તો 15 ઓક્ટોબર પાણીની માગ કરાશે. હાલમાં 15 નવેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ડેમોમાં ઉપલબ્ધ છે. 20 મિનીટ નિયમીત પાણી મળે રહે તે માટે મનપા ચિંતિત હોવાનું મેયરે જણાવ્યુ છે.

રાજકોટમાં વરસાદ ખેંચાતા મનપાના તંત્રએ આગોતરૂ આયોજન શરૂ કરી દીધું છે. શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ મનપા રાજય સરકાર પાસે સૌની યોજનાના પાણીની માગ કરશે. હજુ જો વરસાદ ખેંચાશે તો પાણીની જરૂરિયાત ઉભી થઇ શકે છે. જેથી એક મહિના અગાઉ 15 ઓક્ટોબર સૌની યોજનાના પાણીની માંગણી રાજ્ય સરકારને કરવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot News: મહિલા પોલીસ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, વોટ્સએપ ચેટમાં ત્રણ પોલીસકર્મીની ભુમિકા પર સવાલ

હાલમાં 15 નવેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો આજી, ન્યારી, અને ભાદર ડેમમા ઉપલબ્ધ છે. મેયરે કહ્યું, રાજકોટને 20 મિનીટ નિયમિત પાણી મળી રહે તે માટે મનપા ચિંતિત છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અત્યારે વરસાદનું જોર ઘટ્યુ છે. પરંતુ  એક સપ્તાહ પછી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video