Rajkot : શહેરમાં ફરી રોગચાળાએ માથુ ઉંચક્યુ, સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થતા લોકોમાં ફફડાટ

|

Aug 10, 2022 | 7:46 AM

વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બિમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે,ત્યારે મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગની (Health department) ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

રાજકોટ શહેરમાં (Rajkot City) વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે,શહેરની સરકારી સહિત (Gov hospital)  ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓની OPD પણ વધી છે. સામાન્ય તાવથી (fever) માંડીને શરદી-ખાંસી અને ડેંન્ગ્યુ-મલેરિયા જેવા કેસ પણ નોંધાયા છે. શહેરમાં એકલા સ્વાઈન ફ્લુના (Swine flu)જ 10 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બિમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે,ત્યારે મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગની (Health department) ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યૂના 10 કેસ અને મેલેરિયા તેમજ ચીકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય શરદીના 359, તાવના 96 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે.

 વધતા રોગચાળાને પગલે હોસ્પિટલો ઉભરાઈ

એક સપ્તાહમાં સ્વાઇન ફલૂના (Swine Flu case) 10 કેસ નોંધાયા છે. જેમાં બે દર્દીઓની હાલત નાજુક છે જો કે તંત્રના સત્તાવાર ચોપડે આની કોઇ જ નોંધ નથી. સૂત્રોના કહેવા પ્રમાણે તમામ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યૂના 10 કેસ અને મેલેરિયા તેમજ ચીકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય શરદીના 359, તાવના 96 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે.

વરસાદી ઋતુમાં અમદાવાદમાં પણ રોગચાળો (mosquito borne diseases)વકર્યો છે. શહેરમાં સ્વાઇન ફ્લૂના  14 કેસ નોંધાતા તંત્રમાં પણ ચિંતા વધી છે. તો પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે. અમદાવાદના વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધારે મેલેરિયા, ટાઈફોડ, ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે. AMCના ચોપડે નોંધાયેલા શહેરના કુલ કેસ પર નજર કરીએ તો. જુલાઈ મહિનામાં સાદા મેલેરિયાના 98, ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા. જ્યારે ડેન્ગ્યૂના 1 મહિનામાં જ 43 અને ચિકનગુનિયાના 12 દર્દી સામે આવ્યા. જુલાઈમાં ઝાડા-ઉલટીના 916 અને કમળાના 245 કેસ સામે આવ્યા. કોરોનાના કેસ વધતા AMC રોજના 2500 લોકોના સેમ્પલ લે છે.

Next Video