આ હોસ્પિટલ છે કે રિક્ષા સ્ટેન્ડ! જીજી હોસ્પિટલમાં છેક કેસ બારી સુધી રિક્ષા ચાલક રિક્ષા લઈને પહોંચી ગયો અને સિક્યોરિટી ગાર્ડ બસ જોતા રહ્યા- જુઓ Video

આ હોસ્પિટલ છે કે રિક્ષા સ્ટેન્ડ! જીજી હોસ્પિટલમાં છેક કેસ બારી સુધી રિક્ષા ચાલક રિક્ષા લઈને પહોંચી ગયો અને સિક્યોરિટી ગાર્ડ બસ જોતા રહ્યા- જુઓ Video

| Edited By: | Updated on: Jun 06, 2024 | 3:02 PM

જામનગરની જી.જી. હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ક્યારેક હોસ્પિટલમાં ખુલ્લેઆમ શ્વાન ફરતા હોય છે તો ક્યારેક નશેડીઓ હોસ્પિટલને માથે લે છે. છતા હોસ્પિટલ તંત્રની આંખ ખૂલતી નથી. જે હોસ્પિટલમાં શહેર અને આસપાસના ગામોમાંથી રોજના હજારો દર્દીઓ આવે છે ત્યાં સુરક્ષાને નામે માત્ર મીંડુ જ જોવા મળે છે. આજે હોસ્પિટલમાં છેક કેસબારી સુધી એક રિક્ષાવાળો રિક્ષા લઈને ઘુસી ગયો અને હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ બસ જોતા રહી ગયા

હોસ્પિટલમાં કોણ હોય ? તમે જવાબ આપશો દર્દીઓ, ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ હોય…પણ ના જામનગરની જીજી હોસ્પિટલમાં તો કુતરા,આખલાઓ,દારુડિયા ફરતા જોવા મળે છે તમે જોઇ શકો છો આ પાંચ તસવીરમાં કે આ હોસ્પિટલ છે કે મજાક છે,ક્યાંક હોસ્પિટલની અંદર કોઇ રીક્ષા લઇને આવી જાય તો ક્યાંક કોઇ દારૂડિયો આખી હોસ્પિટલને માથે લે તો શ્વાન માંસના ટુકડા સાથે ઓપરેશન રૂમ સુધી પહોંચી જાય તો ક્યાંક તો વળી દર્દી બેડ પર સુતો હોય અને બેડ નીચે બે થી ચાર શ્વાન પણ આરામ ફરમાવતા હોય છે.

100 થી વધુ સિક્યોરિટી ગાર્ડ હોવા છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. હવે આટલુ બધો આ હોસ્પિટલમાં વિવાદ થયો છતા હોસ્પિટલ તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યુ છે. સૌથી મોટો સવાલ એ છે કે આ જીજી હોસ્પિટલમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ હોવા છતા તંત્રના પેટનું પાણી નથી હલતું.  અનેકવાર વિવાદમાં આવવા છતા હોસ્પિટલ તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોતુ રહે છે.

આ પણ વાંચો: 2024 આવતા સુધીમાં રાહુલ ગાંધીમાં શું બદલાયુ, વિરાસતને પાછળ છોડી નવા ક્લેવરના રાહુલે કેવી રીતે કરી કમાલ- વાંચો

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 06, 2024 02:49 PM