BHUJ : શહેરમાં અઢી વર્ષથી બંધ છે સીટીબસ સેવા, સિનિયર સીટીઝન અને વિદ્યાર્થી વર્ગને મુશ્કેલી

|

Dec 28, 2021 | 6:44 PM

Bhuh News : સીટી બસની સેવા બંધ હોવાથી ગરીબ વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝન્સને બહુ મુશ્કલેલીઓ વેઠવી પડી રહી છે.

KUTCH : કચ્છ જિલ્લાના વડું મથક ભૂજ શહેર વિસ્તરી રહ્યું છે, પરંતુ સીટી બસ સેવાના અભાવે લોકોને શહેરમાં પરિવહન માટે આજે પણ ખાનગી વાહનો પર આધાર રાખવો પડી રહ્યો છે. ભુજ શહેરમાં છેલ્લા અઢી વર્ષથી સીટીબસ સેવા બંધ છે, જેના લીધે સિનિયર સિટીઝન્સ અને વિદ્યાર્થી વર્ગને હાલાકી પડી રહી છે. રોજ બરોજના કામ માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા લોકોને પહોંચવા માટે લોકોને મોંઘા રીક્ષા ભાડા ચૂકવવા પડી રહ્યા છે.

ભુજ નગર પ્રશાસન તરફથી સિટિબસ સેવા શરૂ કરવામાં આવે એવી લોકોમાગ ઉઠી છે. બીજી તરફ નગરપાલિકા તંત્ર પણ સીટી બસ સેવા ફરીથી શરૂ કરવા માટે વિચારાધિન છે. અગાઉ યેનકેન પ્રકારે કોન્ટ્રાક્ટર એજન્સીના કારણે સીટીબસ સેવા બંધ કરવી પડી હતી. પરંતુ હવે ફરીથી નગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે એવું નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું.

આ અંગે વ્યથા ઠાલવતા એક સ્થાનિકે કહ્યું કે 2 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે, પણ સીટી બસ સેવા શરૂ થઇ નથી. નગરપાલિકાએ સીટી બસ સેવા ઘણા ખર્ચા કરીને શરૂ કરી હતી તેમજ અનેક જગ્યાએ બસ સ્ટોપ બનાવ્યા હતા. સીટી બસ શરૂ હતી ત્યારે ગરીબ વર્ગને રાહત હતી. ગરીબ લોકો ઓછા ભાડામાં પણ પોતાના ગંતવ્ય સ્થાને પહોચી શકતા હતા. સીટી બસની સેવા બંધ હોવાથી ગરીબ વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝન્સને બહુ મુશ્કલેલીઓ વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો : DAHOD : 700 વિદ્યાર્થીઓ વાળી પ્રાથમિક શાળા પાસે નથી પોતાનું બિલ્ડીંગ, કોન્ટ્રાક્ટ પૂરો થતાં મકાન ખાલી કરવાનો વારો

Next Video