Mehsana : અલોડા ગામની તળાવની જમીન વેચી મારવાના મુદ્દે ગ્રામ સમિતિમાં આક્રોશ, કલેકટર સમક્ષ અપીલ કરી

|

May 07, 2022 | 7:58 PM

મહેસાણાની આ જમીન આર્મીમેનને ફાળવવામાં આવી હતી.પરંતુ આર્મી મેંન દ્વારા જમીન ફાળવણી વખતે મુકવામાં આવેલી 7 શરતનું પાલન નહીં થતા આ જમીન ખાલસા કરી દેવાઈ હતી.ત્યારે ખાલસા થયેલી આ જમીન ઉપર મહેસાણા ના ખોડિયાર ગ્રુપની નજર પડી અને ત્યારબાદ ફરી વખત જમીન પરત મેળવી આ ગ્રુપના 3 વ્યક્તિને નામે દસ્તાવેજ કરી દેવાતા હોબાળો મચ્યો છે.

ગુજરાતના મહેસાણાના(Mehsana)  અલોડા ગામના સીમ તળાવની(Lake ) જમીન બારોબાર ભાજપના નેતાને વેચી મારવાના મુદ્દે ગ્રામ સમિતિ(Gram Samiti)  લડી લેવાના મૂડમાં છે. ગ્રામજનોએ જમીન વેચાણ દસ્તાવેજ રદ કરવાની માગ સાથે કલેકટર સમક્ષ મહેસૂલ અધિનિયમની કલમ 203 મુજબ અપીલ દાખલ કરી છે. જેમાં ઘટનાની વાત કરીએ તો, મહેસાણાના ખોડીયાર ગ્રુપના અગ્રણી કાંતિ પટેલને આ જમીન વેચવામાં આવી છે..કાંતિ પટેલે રૂપિયા 40 કરોડનું જમીન કૌભાંડ આચર્યું છે. તેમજ અધિકારીઓ સાથે મિલીભગતથી ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન ખરીદી હોવાના આરોપ ગ્રામજનોએ લગાવ્યા છે..સર્વે નંબર 637 વાળી અલોડા ગામની આ જમીન વર્ષ 1953થી સરકારી રેકોર્ડ ઉપર ગામ તળાવ તરીકે બોલે છે..આ જમીન ઉપર ક્યારેય ખેતી થઈ નથી.

ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી

આ જમીન આર્મીમેન ને ફાળવવામાં આવી હતી.પરંતુ આર્મી મેંન દ્વારા જમીન ફાળવણી વખતે મુકવામાં આવેલી 7 શરતનું પાલન નહીં થતા આ જમીન ખાલસા કરી દેવાઈ હતી.ત્યારે ખાલસા થયેલી આ જમીન ઉપર મહેસાણા ના ખોડિયાર ગ્રુપની નજર પડી અને ત્યારબાદ ફરી વખત જમીન પરત મેળવી આ ગ્રુપના 3 વ્યક્તિને નામે દસ્તાવેજ કરી દેવાતા હોબાળો મચ્યો છે.કોંગ્રેસ દ્વારા આ કૌભાંડ 40 કરોડ થી વધુનું હોવાનો આરોપ મૂકી જવાબદારો સામે ત્વરિત ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.તો બીજી તરફ ગ્રામજનો એ આ મામલે જમીન વેચાણ દસ્તાવેજ રદ કરવાની માગણી સાથે જિલ્લા કલેકટર સમક્ષ કલમ 203 મુજબ અપીલ દાખલ કરી છે

( With Input Manish Mistri, Mehsana )

Published On - 7:55 pm, Sat, 7 May 22

Next Video