Ahmedabad: ખોખરાની આ વસાહતના સ્થાનિકોએ બેસાડ્યો ઉત્તમ દાખલો, જાતે જ દૂર કર્યા ઘર આગળના દબાણ, જાણો વિગત

|

Dec 12, 2021 | 6:31 AM

Ahmedabad: શહેરમાં દબાણ હટાવવાની કામગીરીમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી. અમદાવાદના ખોખરામાં રહીશોએ જાતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે.

Ahmedabad: કોઈપણ જગ્યાએ દબાણ કરવામાં આવ્યું હોય અને તેને હટાવવાનું હોય તો સ્થાનિક તંત્ર માટે માથાનો દુઃખાવો બની જાય. ઘણીવાર દબાણ હટાવવા ગયેલા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયાના આહેવાલ જોવા મળ્યા છે. પણ અમદાવાદના ખોખરામાં (Khokhara) આવેલી ગુજરાત હાઉસીંગ બોર્ડની (Gujarat Housing Board) વસાહતમાં રહેતા લોકોએ આનાથી ઉલટું કર્યું છે. આ વસાહતના લોકોની કામગીરી જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

ખરેખરમાં વાત એમ છે કે વસાહતમાં રહેતા લોકોએ પોતાના ઘર આગળ ઓટલા અને ચોકનું બાંધકામ કરી દબાણ કર્યું હતું. જેને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા. આ સ્થિતિમાં ઈમરજન્સી સમયે મોટા વાહનોનું ત્યાંથી પસાર થવું શક્ય નહોતું. આ સમસ્યાને જોતા સ્થાનિક કોર્પોરેટર ચેતન પરમારે લોકોને સમજાવ્યા અને લોકોએ તેમની વાતને માનીને સ્વૈચ્છિક રીતે પોતાના ઘર આગળ કરેલા દબાણ હટાવ્યા.

સ્થાનિકોનું કહેવું છે કે પહેલા એમ્બ્યુલન્સ તેમના ઘર આગળથી પસાર નહોતી થઈ શકતી. જેથી દર્દીને ઉપાડીને બહાર સુધી લાવવો પડતો હતો. પરંતુ હવે મોકળાશ થવાથી આ સમસ્યાનો સામનો સ્થાનિકોને નહીં કરવો પડે.

 

આ પણ વાંચો: Vastu Tips for Car: તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 12 ડિસેમ્બર: નાણાકીય યોજનાઓને સાકાર કરવા માટે હવે યોગ્ય સમય, વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે

Next Video