ભાવનગર મનપાનું અણઘડ આયોજન ! જાળવણીના અભાવે લાખોના વાહનો બન્યા ભંગાર, જુઓ VIDEO

|

Jul 19, 2022 | 9:34 AM

યોગ્ય જાળવણીના અભાવે વાહનો (Vehicle) ભંગારમાં પરિવર્તિત થઇ જાય છે અને કોઇપણ જાતના ઉપયોગ વગર ધૂળખાતી હાલતમાં ગેરેજ વિભાગને (garage depat)  હવાલે થઇ જતા જોવા મળે છે.

ભાવનગર (Bhavnagar)  શહેરમાં મહાનગરપાલિકાના (Bhavnagar Municicpal corporation)  શાસકોની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. મનપા તંત્રના અલગ અલગ વિભાગ દ્વારા અનેક કામગીરીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે સાધનો વસાવવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય જાળવણીના અભાવે આ વાહનો (Vehicle) ભંગારમાં પરિવર્તિત થઇ જાય છે અને કોઇપણ જાતના ઉપયોગ વગર ધૂળખાતી હાલતમાં ગેરેજ વિભાગને (garage depat)  હવાલે થઇ જાય છે. મનપા દ્વારા જે વાહનોને રિપેરિંગની જરૂર હોય તેમને ગેરેજ વિભાગમાં મૂકી દેવામાં આવે છે, પરંતુ ગેરેજ વિભાગમાં પણ સ્ટાફના અભાવે વાહનોનું યોગ્ય રિપેરીંગ થતું નથી.

આમ મનપાના અણઘડ આયોજનને પગલે પ્રજાના પૈસાનો સતત વેડફાટ થઇ રહ્યો છે,ત્યારે સમગ્ર મામલે હવે ગેરેજમાં પડી રહેલા વાહનોના રિપેરિંગ (Vehicle reparing)   માટે ટેન્ડરો બહાર પાડવામાં આવશે તેમજ નકામા થઇ ગયેલા વાહનો વેચી દેવામાં આવશે તેવું શાસકો જણાવી રહ્યા છે.

કોર્પોરેશનની હાસ્યાસ્પદ કામગીરી

ગુજરાતમાં(Gujarat) છેલ્લા અઠવાડિયા દરમ્યાન રાજયના અનેક જિલ્લાઓ વરસાદ પડ્યો છે. જેના પગલે રાજયોના અનેક જિલ્લાઓ અને તાલુકા અને ગામો પણ વરસાદી પાણી ભરાયા છે. જો કે આ દરમિયાન વહીવટીતંત્ર અનેક સ્થળોએ ભરાયેલા પાણીને ખાલી કરવા અને રાહત અને બચાવ કામગીરી પણ જોતરાયું છે. લોકોને આશ્ચર્ય પમાડે તેવો એક વિડીયો સામે આવ્યો હતો.જેમાં ભાવનગર મનપાના અધિકારીઓની હાસ્યાસ્પદ કામગીરી સામે આવી હતી.

Next Video