ગાંધીનગરથી અમદાવાદને જોડતા ખોડિયાર કન્ટેનર બ્રિજના તૂટેલા ભાગનું સમારકામ શરૂ

|

Jul 28, 2022 | 11:51 PM

સરખેજ ગાંધીનગર હાઇવે (S.G. highway) પર થોડા મહિનાઓ અગાઉ બનાવવામાં આવેલા ખોડિયાર કન્ટેનર બ્રિજમાં (Bridge) ગાબડું પડ્યું હતું. હવે તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વરસાદ (Rain) પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જતા બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી હતી.

સરખેજ ગાંધીનગર હાઇવે (S.G. highway) પર થોડા મહિનાઓ અગાઉ બનાવવામાં આવેલા ખોડિયાર કન્ટેનર બ્રિજમાં (Bridge) ગાબડું પડ્યું હતું. હવે તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વરસાદ (Rain) પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જતા બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી હતી. બ્રિજમાં ગત રોજ પડેલાં ગાબડા બાદ બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ બ્રિજમાં પડેલા ગાબડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.  બ્રિજના નીચે સપોર્ટ તરીકે આવતો એક ભાગ અને માટી બેસી જતા રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ બ્રિજને ફરીથી પૂર્વવત કરવા માટે તંત્રની ટીમો કામે લાગી છે.બ્રિજના નીચે જૂની ડેડ થયેલી ગટરલાઈન હોવાને કારણે બ્રિજનો એક ભાગ બેસી ગયો હોવાની આશંકા હતી. બેલ્ટ તૂટવાથી અને માટી બેસી જવાથી ગાંધીનગરથી અમદાવાદ તરફનો બ્રિજનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને બનાવવા માટે અંદાજે ૧૮ કરોડ રૂપિયા વપરાયા છે.  બ્રિજના બાંધકામમાં બનાવાયેલા લેયર અને ઈ.પી.ડી.એમ. લેયર યથાવત છે, પરંતુ બેલ્ટ તૂટી જવાને કારણે અને બ્રિજના નીચેથી જૂની ડેડ ગટરલાઈન હોવાને કારણે ભાગ બેસી ગયો હોવાનું અનુમાન છે.

અમદાવાદ શહેરના રસ્તા પણ બિસ્માર

નોંધનીય છે કે વરસાદ બાદ સ્માર્ટ શહેર અમદાવાદના એક બે વિસ્તારની નહીં, પરંતુ આખા અમદાવાદના તમામ રોડની હાલત ખસ્તા થઈ ગઈ છે. કઈ હદે રોડ તૂટી ગયા છે તેનો પુરાવો અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંકડા જણાવી રહ્યા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સૂત્રો કહે છે કે સામાન્ય દિવસોમાં ઓર્થોપેડિક વિભાગમાં 195થી 205 કેસ નોંધાય છે.

જોકે અત્યારે વરસાદી માહોલમાં દર્દીઓની સંખ્યા રોજની અંદાજે 305થી 310 થઈ ગઈ છે. કમરના મણકાની તકલીફવાળા દર્દીઓની સંખ્યામાં સરેરાશ 50 ટકા જેટલો વધારો થયો છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશન જાણે આંખ આડા કાન કરતું હોય તેવું લાગે છે. ત્યારે આ જીવલેણ ખાડાથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું.

Next Video