મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

| Edited By: | Updated on: Nov 28, 2023 | 6:36 PM

પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિભૂતિ પટેલ, રાજ પટેલ સહિત 6 આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ફરાર ત્રણ આરોપી પ્રિત, ક્રિશ અને પરીક્ષિતની પણ પોલીસે અટકાયત કરી છે.

મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મજૂર કરાયા છે. વિભૂતિ પટેલ, રાજ પટેલ સહિત 6 આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, સાત આરોપી પોલીસ પકડમાં, જુઓ વીડિયો

બીજી તરફ ફરાર ત્રણ આરોપી પ્રિત, ક્રિશ અને પરીક્ષિતની પણ પોલીસે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે દલિત યુવક નિલેશ દલસાણીયા રાણીબા ઈન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. કંપની સંચાલકો પાસે 16 દિવસનો બાકી પગાર માગ્યો હતો. આરોપ છે કે પગાર માગવાની સાથે જ સંચાલકોએ દલિત યુવકને બોલાવીને ઢોર માર માર્યો હતો.

(With Input Credit- Rajesh Ambaliya morbi)

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો