Corona in Gujarat: રાજ્યમાં કોરોનાના કેસ અચાનક ખુબ વધવા લાગ્યા છે. આવામાં ઘણી પાબંધિઓ અને નિયમો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કોરોના, અને સરકારની ગાઈડલાઈન અંગે નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) કહ્યુ કે થર્ટી ફર્સ્ટની (New Year Celebration) ઉજવણીને લઇને સરકાર ગંભીર વિચારણા કરી રહી છે. કોરોનાના કેસ વધે નહીં, તે રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે તે માટે આગામી બેઠકમાં ચર્ચા અને નિર્ણય કરવામાં આવશે.
તો આ દરમિયાન નેતાઓની બેદરકારી પણ જોવા મળી રહી છે. તો, કોરોનાના વધતા કહેર વચ્ચે નેતાઓની બેદરકારીને લઇને પણ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી. માસ્ક વગર ફરતા નેતાઓને હર્ષ સંઘવીએ સંદેશ આપતા કહ્યું કે, “નિયમો બધા માટે સરખા છે. સામાન્ય પ્રજા અને નેતાઓ-તમામને આ નિયમોનું પાલન કરવાનું છે.”
હર્ષ સંઘવીએ કહ્યું કે કેસ વધવાના કારણે હવે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અને અમે આ નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નેતા હોય કે સામાન્ય નાગરિક હોય. તમાન સામાન્ય માણસ જ છે. અને આ માટે પોલીસ વિભાગ માત્ર દંડ લેવાને બદલે રોડ પર ઉભા રહીને માસ્ક આપવાનું કામ કરશે.
આ પણ વાંચો: સેના માટે સુરક્ષા કવચ! આર્મી માટે ગુજરાત યુનિવર્સિટીએ બનાવ્યું જોરદાર હેબીટાટ, જાણો શું શું છે એમાં સુવિધા
આ પણ વાંચો: બગીચામાં મજાર, વિરોધના એંધાણ: અમદાવાદમાં બગીચામાં બાંધેલી મજારને લઈને હિન્દુ જાગરણ મંચે આપી આ ચીમકી
Published On - 7:38 am, Thu, 30 December 21