Chhotaudepur : જિલ્લામાં કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈ IAS ધવલ પટેલે 6 ગામની શાળાનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:57 AM

છોટાઉદેપુર જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન IAS ધવલ પટેલે શિક્ષણની કથળતી હાત જોઈ હતી.તેમને કહ્યુ હતુ કે આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ.

Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન IAS ધવલ પટેલે શિક્ષણની કથળતી હાત જોઈ હતી.તેમને કહ્યુ હતુ કે આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ. આદિવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. સરકારની શિક્ષણ નીતિ પર એક IAS અધિકારીએ જ સવાલ ઉઠાવી દીધા છે.

આ પણ વાંચો : Chhotaudepur: આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતનું જતન કરતો ભંગોરીયા મેળો, આદિવાસી યુવાનોના રંગબેરંગી પોશાક અને ચાંદીના ઘરેણાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ગયેલા IAS ધવલ પટેલ શિક્ષણની કથળતી હાલત જોઇને દુ:ખી થઇ ગયા હતા. શાળા પ્રવેશોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી તે દયનીય હાલતમાં જોવા મળી હતી. આવી 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલી તેમને તંત્રની પોલ ખોલી નાખી છે.

6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો

IAS ધવલ પટેલે પત્રમાં લખ્યું કે આપણે આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ. આદિવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. આદિવાસી બાળકો મજૂરી જ કરે રાખે તે આપણે સુનિશ્ચિત કરીએ છીએ. બાળકો અને તેમના માતા-પિતા આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે જે આપણે તોડી રહ્યા છીએ.

આ સાથે તેમને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પૂરતી ભૌતિક સગવડો, શિક્ષકો હોવા છતાં શિક્ષણનું સ્તર કેમ સુધરતુ નથી તે કોયડો છે. આ સાથે તેમને પોતાના અનુભવોનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમને જણાવ્યું કે વિદ્યાર્થીઓ નકશામાં ગુજરાત કે હિમાલય ક્યાં આવ્યું તે પણ જણાવી ન શક્યા. વિદ્યાર્થીઓ બાદબાકી પણ ગણી શકતા ન હતા. તેમને શિક્ષણના સ્તરને અત્યંત નિમ્નકોટિનું જણાવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિને લઇને અગાઉ પણ અનેકવાર સવાલો ઉઠ્યા છે. પરંતુ આ વખતે એક IAS અધિકારીએ સવાલ ઉઠાવી તંત્રની પોલ ખોલી છે. ત્યારે આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં શાળાની સ્થિતિમાં કોઇ સુધારો થાય છે કે નહીં તે જોવું રહે છે.

 

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 26, 2023 09:49 AM