ગુજરાતમાં ફરી ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સવારના 10 વાગ્યાથી વરસાદ ગુજરાતમાં શરુ થવાનો છે ત્યારે આ ભારે વરસાદના પગલે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનો છે. ત્યારે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યા છે. જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 વાગ્યાથી અતી ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યના ભાવનગર સહિત રાજ્યના 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે આખો દિવસ અત્યંત ભારે વરસાદ સાથે મેઘરાજા તાંડવ મચાવી શકે છે.આ સાથે આગાહી મુજબ 40થી 60ની કિમી ઝડપે પવન પણ ફુકાશે.