Rathyatra 2023: ભગવાન જગન્નાથના સોનાવેશમાં દર્શન કરી ભક્તો થયા ધન્ય, જૂઓ Video

Rathyatra 2023: ભગવાન જગન્નાથના સોનાવેશમાં દર્શન કરી ભક્તો થયા ધન્ય, જૂઓ Video

| Edited By: | Updated on: Jun 19, 2023 | 12:13 PM

ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે.

Ahmedabad : અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા (Rathyatra) નીકળે તે પહેલા ભગવાન જગન્નાથે (Lord Jagannath) સોનાવેશ ધારણ કર્યો છે. યજમાનોએ સવારે ભગવાનની પૂજા-અર્ચના કરી. ત્યારબાદ બપોરે ભગવાનના જગન્નાથની આરતી ઉતારવામાં આવી તો પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં (Jagannath Temple)  શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

આ પણ વાંચો-Rathyatra 2023 : ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાની પરંપરા કયારથી શરૂ થઇ ? જાણો શું છે વિશેષતા

ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો