Rathyatra 2023 : જાણો શું છે એન્ટી ડ્રોન ગન ? ભગવાન જગન્નાથની રથ યાત્રામાં પ્રથમ વાર થશે તેનો ઉપયોગ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 18, 2023 | 3:34 PM

અમદાવાદમાં 146મી રથયાત્રામાં પોલીસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બન્યું છે. રથયાત્રા રૂટ પર સૌપ્રથમ વાર એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ થશે. એન્ટી ગન ડ્રોનથી રથયાત્રા પર વોચ રખાશે. આ એન્ટી ગન ડ્રોનથી પ્રાઇવેટ ડ્રોનનો કંટ્રોલ લઈ તેને નીચે પાડી શકાય છે.

Rathyatra 2023 : અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહયા હોય છે તેવી ભગવાન જગન્નાથની 146 રથયાત્રાનો પાવન અવસર હવે નજીક આવી ગયો છે. ભગવાન અને ભક્તના મિલનના આ અદભૂત પ્રસંગમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે ગુજરાત પોલીસ પણ રથયાત્રાને અભેધ સુરક્ષા આપવા તૈયાર છે. ગુજરાત પોલીસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બની છે. 146મી રથયાત્રામાં પોલીસ સૌપ્રથમવાર એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરશે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડ્રોન ટેક્નિકલ ટીમ સાથે રહીને એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરશે. રથયાત્રા રૂટ પર ગુજરાત પોલીસ સિવાયના કોઇ પણ ડ્રોન ઉડશે તો તેને એન્ટી ગન ડ્રોનના ઉપયોગથી નીચે પાડી કબજે કરી લેવાશે.

રથ યાત્રા દરમ્યાન કેટલાક રુટ બંધ કરવામાં આવ્યા છે.

  • ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા,જમાલપુર ફુલ બજાર મોડી રાત્રે 2 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
  • રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા સવારે 5 કલાકથી 11 કલાક અને સાંજે 5 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
  • આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
  • સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
  • કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
  • દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેક ચોક, ગોળ લીમડા સાંજે 5.30 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી

રથયાત્રાના દિવસ માટે વૈકલ્પિક માર્ગ

  • રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ ફુલબજાર, જમાલપુર બ્રિજ,ગીતા મંદિર
  • રાયખડ ચાર રસ્તા, જમાલપુર ગાયકવાડ હવેલી
  • આસ્ટોડિયા દરવાજા,ગીતા મંદિર,જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી
  • કામદાર ચાર રસ્તા, હરિભાઇ ગોદાની સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઇદગાહ સર્કલ
  • કાલુપુર રેલવે સ્ટેશન, અનિલસ્ટાર્ચ મિલ રોડ, હરિભાઇ ગોદાની સર્કલ
  • ઇન્કમટેક્સ, ગાંધીબ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઇદગાહ સર્કલ
  • દિલ્હી દરવાજા, શાહપુર ચાર રસ્તા, ભવન્સ કોલેજ રોડ, લેમન ટ્રી, રુપાલી, વીજળીઘર, લાલ દરવાજા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 18, 2023 03:23 PM