Rathyatra 2023 : અમદાવાદ રથયાત્રા પૂર્વે કોર્પોરેશનની કાર્યવાહી, રુટ પરના 5 ભયજનક મકાનો તોડી પડાયા, જુઓ Video

|

Jun 10, 2023 | 8:22 AM

જમાલપુરની વાત કરવામાં આવે તો અહીં 10 મકાનો જર્જરિત છે. શાહીબાગમાં 9 મકાનો અને શાહપૂરમાં ચાર મકાનો ભયજનક સ્થિતિ પર પહોંચી ગયા છે.જર્જરિત મકાનો પર એલ્યુમિનિયમની પ્લેટમાં ચેતવણી લગાવામાં આવી છે. રૂટ પર આવેલા અતિ જર્જરિત 5 મકાનોને તોડી દેવામાં આવ્યા છે.

Ahmedabad : અમદાવાદ (Ahmedabad)  શહેરમાં 20 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની(Lord Jagannath)  રથયાત્રાને (Rathyatra) લઇને પોલીસ અને કોર્પોરેશન તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રથયાત્રા અગાઉ અમદાવાદ કોર્પોરેશન રુટ પરના ભયજનક મકાનોને લઇને સતર્ક બન્યું છે. જેમાં જર્જરિત મકાનોની મનપા દ્વારા ઓળખ કરવામાં આવી છે. આ 14 કિલોમીટરના રૂટ પર 287 કરતા વધુ મકાનો જર્જરિત સ્થિતિમાં છે. આ 287 પૈકી 180 મકાનો ખાડીયા વોર્ડમાં આવ્યા છે. તો બીજી તરફ દરિયાપુરમાં 84 મકાનો જર્જરિત સ્થિતિમાં છે.

જમાલપુરની વાત કરવામાં આવે તો અહીં 10 મકાનો જર્જરિત છે. શાહીબાગમાં 9 મકાનો અને શાહપૂરમાં ચાર મકાનો ભયજનક સ્થિતિ પર પહોંચી ગયા છે.જર્જરિત મકાનો પર એલ્યુમિનિયમની પ્લેટમાં ચેતવણી લગાવામાં આવી છે. રૂટ પર આવેલા અતિ જર્જરિત 5 મકાનોને તોડી દેવામાં આવ્યા છે. જર્જરિતમાકોનો બહાર નોટિસ એટલા માટે લગાવામાં આવી છે કારણ કે, રથયાત્રા દરમિયાના આ ઘરની ઉપર કે, નીચે લોકો ઉભા ન રહે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:53 am, Sat, 10 June 23

Next Video