બનાસકાંઠાના આ ગામના લોકો હોળીને માને છે અશુભ, 208 વર્ષથી નથી કરાતી દહન

|

Mar 24, 2024 | 10:52 AM

ગુજરાતમાં એવું પણ એક ગામ છે કે જ્યાં છેલ્લા 208 વર્ષથી હોળીનો તહેવાર ઉજવાયો નથી. બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામે હોળીનો તહેવાર ઉજવાતો નથી. લોકો હોળી પ્રગટાવતા નથી. હવે સવાલ થાય કે ગ્રામજનો આ તહેવારના આનંદથી કેમ વંચિત રહે છે? કોણ ગ્રામજનોનો હોળી પ્રગટાવતા રોકે છે. જાણો

હોળીના તહેવાર બધા રાહ જોતા હોય છે. હોળીના તહેવારનું આપણે ત્યાં એક આગવું આધ્યાત્મિક તેમજ સામાજિક મહત્વ છે. ગામડાની ગલીઓ હોય કે શહેરની શેરીઓ દરેક જગ્યાએ હોળી ધૂમધામથી ઉજવાઈ છે. પરંતુ ગુજરાતમાં એવું પણ એક ગામ છે કે જ્યાં છેલ્લા 208 વર્ષથી હોળીનો તહેવાર ઉજવાયો નથી. બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામે હોળીનો તહેવાર ઉજવાતો નથી. લોકો હોળી પ્રગટાવતા નથી. હવે સવાલ થાય કે ગ્રામજનો આ તહેવારના આનંદથી કેમ વંચિત રહે છે? કોણ ગ્રામજનોનો હોળી પ્રગટાવતા રોકે છે.

આ પણ વાંચો: સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો

10 હજારની વસતી ધરાવતા રામસણ ગામનો લોકો માને છે કે તેમના માટે હોળીનો તહેવાર શુભ નથી. ગ્રામજનોની માન્યતા અનુસાર રાજાશાહીના જમાનામાં એટલે કે 208 વર્ષ પહેલા ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી હતું. પરંતુ એકવાર હોળી પ્રગટાવતી વખતે ગામમાં આગ લાગી અને ખૂબ નુકસાન થયું. બસ ત્યારથી ગ્રામજનોએ હોળી ઉજવવાનું છોડી દીધું. ત્યાર બાદ કોઈ લોકો હોળી ઉજવતા નથી.ગામના યુવાનો ક્યારેક હોળી ઉજવવા માટે બાજુના ગામમાં જાય છે. પરંતુ રામસણમાં કોઈ ક્યારેય હોળી ઉજવતું નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:49 am, Sun, 24 March 24

Next Video