પંચમહાલ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી, જાણીતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને લાખોનો દંડ ફટકારાયો

|

Sep 08, 2022 | 12:17 PM

અગાઉ રાજમોતી કંપનીના બે અલગ-અલગ બેચ નંબરના સિંગતેલના બે ડબ્બામાંથી સેમ્પલ (Sample)  લેવાયા હતા. જે અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે  (Food and drugs dept) આકરી કાર્યવાહી કરતા રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને 4 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની (Rajmoti indutry) નોમીની કંપની અને કાલોલના (kalol) ઓઇલ ડેપોને 10 હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજમોતી કંપનીના બે અલગ-અલગ બેચ નંબરના સિંગતેલના બે ડબ્બામાંથી સેમ્પલ (Sample)  લેવાયા હતા. જે અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

તહેવારોની સિઝન શરૂ થવા જઇ રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ (Health department) હવે ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરી રહ્યું છે. એવામાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડી આરોગ્ય વિભાગ અખાદ્ય ચીજોનો નાશ કરી રહ્યું છે. તાજેતરમાં જ ગોધરા શહેર સહીતના જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ દરોડા પાડી અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો.

 

Next Video