Gujarati Video : રાજકોટમાં કોઠારિયા વિસ્તારના રહીશોએ કર્યો વિરોધ પ્રદર્શન, ત્રણ વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ

|

May 31, 2023 | 1:26 PM

રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં પણ રોડ-રસ્તાના અભાવે લોકોને હાલાકી પડતી હોવાનું સામે આવ્યું છે. કોઠારિયા વિસ્તારના સ્થાનિકોએ એકત્ર થઇને સાંઇબાબા સર્કલ પાસે તંત્ર સામે વિરોધ કર્યો.

Rajkot : ચોમાસુ (Monsoon 2023) નજીક છે અને રાજકોટના (Rajkot) કેટલાંક વિસ્તારોમાં હજુ પણ રોડ-રસ્તાનો અભાવ છે. રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં પણ રોડ-રસ્તાના અભાવે લોકોને હાલાકી પડતી હોવાનું સામે આવ્યું છે. કોઠારિયા વિસ્તારના સ્થાનિકોએ એકત્ર થઇને સાંઇબાબા સર્કલ પાસે તંત્ર સામે વિરોધ કર્યો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 3 વર્ષથી કોર્પોરેટર ચૂંટાયા છતાં રોડ-રસ્તા નથી બનાવવામાં આવી રહ્યા અને દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. સાથે જ ચોમાસાનું પાણી રસ્તામાં ભરાઇ જતું હોવાથી લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે. રાજકોટ જેવા શહેરમાં અત્યાર સુધી રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો-Gujarati video : રાજકોટ જિલ્લામાં ધોરણ-12નું 79.94 ટકા પરિણામ આવ્યું, વિદ્યાર્થીઓએ ગરબા રમીને ઉજવણી કરી

કોર્પોરેશને પ્રાથમિક સુવિધાની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું લાગે છે. સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરીને રોડ-રસ્તાની કામગીરી ચોમાસા પહેલા કરી દેવાની માગ કરી છે. સ્થાનિકો દ્વારા વોર્ડ-18ના કોર્પોરેટર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ચૂંટણી સમયે વાયદા કર્યા.  ચૂંટણી પૂરી અને કામ અધૂરા તેવા આક્ષેપ થઇ રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video