રાજકોટ: RMCની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું, સરકારી મિલકતનો 75.86 કરોડનો વેરો બાકી

રાજકોટ: RMCની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું, સરકારી મિલકતનો 75.86 કરોડનો વેરો બાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 8:22 PM

રાજ્ય સરકાર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો આ વર્ષે પણ મોટાભાગની સરકારી કચેરીઓ વેરો ભરી નહીં શકે. બીજી તરફ સરકારી મિલકતો વિરૂદ્ધ સિલિંગ અથવા તો જપ્તીની કાર્યવાહી થઈ શકતી નથી.

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન (RMC)ની તિજોરીમાં વેરાની આવક (Tax Income)માં મોટું ગાબડું જોવા મળી રહ્યુ છે. 340 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે માત્ર 191 કરોડની જ આવક થઈ છે. નવાઈની વાત તો એ છે કે, સરકારી મિલકતનો 75.86 કરોડનો વેરો બાકી છે. રાજ્ય સરકાર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો આ વર્ષે પણ મોટાભાગની સરકારી કચેરીઓ વેરો ભરી નહીં શકે. બીજી તરફ સરકારી મિલકતો વિરૂદ્ધ સિલિંગ અથવા તો જપ્તીની કાર્યવાહી થઈ શકતી નથી. જેના પગલે વેરા વસુલાત શાખા હાથ પર હાથ ધરી બેસી રહેવું પડે તેમ છે.

સરકારી મિલકતની વેરા બાકીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ જ વાંધા વચકા રજૂ કરી વેરા વિભાગના 8.10 કરોડ અટકાવી દીધા છે. ઈન્કમટેક્સ વિભાગના 16 લાખનો વેરો, જીએસટી વિભાગનો 11 લાખનો વેરો, બીએસએનલની તમામ કચેરીના 36 લાખનો વેરો પોસ્ટ વિભાગની કચેરીનો 4 લાખનો વેરો, સીટી પોલીસ કચેરીનો 43 લાખનો વેરો બાકી છે. બીજી તરફ કલેકટર કચેરીનો 21 લાખનો વેરો બાકી છે. PWD વિભાગની તમામ કચેરીના 24 કરોડ રૂપિયાનો વેરો બાકી છે.

આમ લક્ષ્યાંક સામે આવક ઓછી થવાથી રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન પર આર્થિક સંકળામણ આવી શકે છે. રાજકોટના વિકાસના કામો પર પણ તેની અસર થઇ શકે છે.

 

આ પણ વાંચો-

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ I-Create ની મુલાકાતે, ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ

આ પણ વાંચો-

Ahmedabad: ગૃહ રાજ્ય પ્રધાન ધંધુકાના મૃતક કિશનના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના, ઝડપી ન્યાય અપાવવાની આપી ખાતર

g clip-path="url(#clip0_868_265)">