Rajkot Video: સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, મામલતદારે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભક્તોને કરાવ્યા પારણા

|

Mar 29, 2024 | 3:20 PM

રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત આવ્યો છે. ભક્તોની માગ સ્વીકારવામાં આવતા વિવાદનો અંત આવ્યો છે. મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવુતિઓની છૂટ અને મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુ મંદિરને પરત સોંપી દેવાયો છે.

રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત આવ્યો છે. ભક્તોની માગ સ્વીકારવામાં આવતા વિવાદનો અંત આવ્યો છે. મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવુતિઓની છૂટ અને મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુ મંદિરને પરત સોંપી દેવાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલપેશ ઢોલરિયા અને મામલતદાર સહિતનાઓએ મંદિર બહાર આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભક્તોને પારણા કરાવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે મંદિરમાં 700 વર્ષથી ચાલતી ધાર્મિક પ્રવુતિઓ અચાનક બંધ કરી દેવાઈ હતી. તો મંદિરનો વહીવટ સરકારી અધિકારી હસ્તક લઈ લેવાયો હતો. જેને લઈને વિવાદ સર્જાયો હતો અને મંદિર પરિસરમાં ભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. જે માગ સ્વીકારવામાં આવતા સમગ્ર વિવાદનો અંત આવ્યો છે. હવે મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવુતિઓ રાબેતા મુજબ ચાલશે.આ સાથે જ મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video