રાજકોટ વીડિયો : ગોંડલના ઐતિહાસિક બ્રિજની જાહેર હિતની અરજી મામલે હાઈકોર્ટ આકરા પાણીએ, કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ
ગોંડલના ઐતિહાસિક બ્રિજ અંગે થયેલી જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટે ફરી એક વખત આકરા શબ્દોમાં તંત્રને ફટકાર લગાવી છે. શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલા જવાબ મામલે હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. અધિકારીઓની જવાબદારી નક્કી કરો, અને જરૂર પડે તો જવાબદાર અધિકારીઓ અને અન્ય લોકોને સસ્પેન્ડ પણ કરો. તમામ વિભાગો એકબીજા માથે જવાબદારી ઢોળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ગોંડલના ઐતિહાસિક બ્રિજ અંગે થયેલી જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટે ફરી એક વખત આકરા શબ્દોમાં તંત્રને ફટકાર લગાવી છે. શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલા જવાબ મામલે હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તમામ વિભાગોને કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે દિવાળીની ઉજવણી રોકો અને આ મામલે તાત્કાલિક બેઠક બોલાવો.
અધિકારીઓની જવાબદારી નક્કી કરો, અને જરૂર પડે તો જવાબદાર અધિકારીઓ અને અન્ય લોકોને સસ્પેન્ડ પણ કરો. તમામ વિભાગો એકબીજા માથે જવાબદારી ઢોળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ કલેક્ટર દ્વારા રજૂ કરાયેલા જવાબ મામલે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે વેધક સવાલ પૂછ્યો કે શું કલેક્ટરને ખ્યાલ નથી કે સોગંદનામુ કેવી રીતે દાખલ કરાય ? હાઇકોર્ટે તમામ એફિડેવિટ રિજેક્ટ કરી નવેસરથી એફિડેવિટ ફાઇલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે 29 નવેમ્બર સુધીમાં વિગતવાર માહિતી સાથે સોગંદનામું કરવાની સૂચના આપી છે.તો રાજકોટ SPને પણ જવાબ ફાઇલ કરવા આદેશ કર્યો છે.
