રાજકોટ વીડિયો : ગુજરાતની પ્રથમ ‘એઇમ્સ’ હોસ્પિટલમાં જલદી શરૂ થશે 250 બેડની સુવિધા, 12 જિલ્લાના લોકોને મળશે લાભ

રાજકોટ વીડિયો : ગુજરાતની પ્રથમ ‘એઇમ્સ’ હોસ્પિટલમાં જલદી શરૂ થશે 250 બેડની સુવિધા, 12 જિલ્લાના લોકોને મળશે લાભ

| Edited By: | Updated on: Nov 29, 2023 | 2:12 PM

રાજકોટમાં આવેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં જલદીથી બેડની સુવિધા શરૂ થઈ શકે છે. આ હોસ્પિટલ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શરુ થાય તેવી શક્યતા છે. જેમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે.સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને આ સારવાર મળશે

ગુજરાતમાં આોગ્યલક્ષી સેવાને લઈને મહત્વના સમાચાર છે. રાજકોટમાં આવેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં જલદીથી બેડની સુવિધા શરૂ થઈ શકે છે. આ હોસ્પિટલ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શરુ થાય તેવી શક્યતા છે. જેમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે.સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને આ સારવાર મળશે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આગામી મહિનામાં ઉધઘાટન માટે આરોગ્ય મંત્રાલયે PMOનો સમય માંગ્યો છે.તો આ હોસ્પિટલની શરુઆત થયા પછી આર્થિક રીતે પછાત લોકોને સારી સારવાર મળી રહે તે માટે સારા ડોક્ટરની પણ સવલત પૂરી પાડવામાં આવશે. જેના પગલે ઘણા દર્દીઓને લાભ પ્રાપ્ત થશે.તો બીજી તરફ અત્યારે રાજ્યમાં બેવડી ઋતુના પગલે ઘરે ઘરે રોગચાળો જોવા મળે છે. તો રાજકોટમાં પણ રોગચાળો ફેલાયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો