Rajkot Video: LRDમાં બોગસ કોલ લેટર કૌભાંડ કેસમાં 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, ભાઇ-બહેન કોલ લેટર બનાવતા હોવાનો ખુલાસો

Rajkot Video: LRDમાં બોગસ કોલ લેટર કૌભાંડ કેસમાં 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, ભાઇ-બહેન કોલ લેટર બનાવતા હોવાનો ખુલાસો

| Edited By: | Updated on: Aug 26, 2023 | 10:10 AM

LRD ભરતી કૌભાંડમાં (LRD recruitment scam) ઝડપાયેલા આરોપીઓના છ દિવસના રિમાન્ડ (remand) મંજૂર થયા છે. કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા આરોપી ભાઈ-બહેનની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે.

Rajkot :  રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતી કૌભાંડમાં (LRD recruitment scam) ઝડપાયેલા આરોપીઓના છ દિવસના રિમાન્ડ (remand) મંજૂર થયા છે. કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા આરોપી ભાઈ-બહેનની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો. બહેન સીમા અને ભાઈ સાગર સાકરીયા ફોન કરીને બોગસ કોલ લેટર તૈયાર કરતા હોવાનું ખૂલ્યું છે.

આ પણ વાંચો-Banaskantha Video: પાલનપુરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ તૂટ્યા, પાંચ એજન્સીઓને પાલિકાએ ત્રીજી વખત ફટકારી નોટિસ

ઘટનાની વાત કરીએ તો પ્રદિપ મકવાણા બનાવટી નિમણૂંક પત્ર સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ દ્વારા દસ્તાવેજ વેરીફીકેશન કરતા આ સમગ્ર કૌંભાડનો પર્દાફાશ થયો હતો. નિમણૂંક પત્રની ચકાસણી કરાતા પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું બહાર આવ્યુ હતું. જ્યારે આ નિમણૂંક પત્ર પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થઈ હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો