Rajkot: પેઢીઓ સુધી સાચવી શકાય તેવી અનોખી રામાયણ બનાવાઈ, ખાસ પ્રકારની ઇન્ક અને લાકડાનો કરાયો છે ઉપયોગ, જુઓ Video

|

Jun 28, 2023 | 5:38 PM

પેઢીઓ સુધી સાચવી શકાય તેવી અનોખી રામાયણ બનાવાઈ છે. શિવકાશીની વેદિક કોસમોસ કંપની દ્વારા આ ખાસ રામાયણ બનાવાઇ છે. રાજકોટની સ્ટેશનરી દ્વારા આ રામાયણ મગાવાઈ છે. 100 વર્ષ સુધી સચવાય તેવા ઇટાલિયન કાગળનો રામાયણના લખાણમાં ઉપયોગ થયો છે.

રામાયણ એટલે માત્ર હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ જ નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિનો શ્વાસ છે.આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિની સુગંધ આજની પેઢી સુધી પહોંચાડવામાં રામાયણ મહાકાવ્યનો ખૂબ મોટો ફાળો રહેલો છે.તમિલનાડુના શિવકાશી સ્થિત વેદિક કોસમોસ કંપનીએ એક અનોખી રામાયણ તૈયાર કરી છે.આવો જોઈએ તેની વિશેષતા

તૈયાર કરતા 5 વર્ષનો સમય લાગ્યો, 45 કિલો વજન

આ રામાયણ તૈયાર કરતા 5 વર્ષનો સમય લાગ્યો છે.આ રામાયણનો વજન 45 કિલો છે.જેમાં વિશ્વભરના 100 ચિત્રકારોએ રામાયણના પ્રસંગો ચિત્ર સ્વરૂપે રજુ કર્યા છે.રાજકોટની નચિકેતા સ્ટેશનરી દ્વારા આ રામાયણ શિવકાશીની વેદિક કોસમોસ કંપની પાસેથી ડેમો તરીકે મગાવવામાં આવી છે.આ રામાયણની કિંમત 1 લાખ 65 હજાર રાખવામાં આવી છે.જે ઓર્ડર મુજબ બનાવનાર કંપની પાસેથી મગાવી આપવામાં આવશે.

વાલ્મિકી રામાયણના 24 હજાર શ્લોકોનો સમાવેશ

5 વર્ષની મહેનત બાદ આ અનોખી રામાયણ તૈયાર થઈ છે.આમાં વાલ્મિકી રામાયણના 24 હજાર શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે.પારાયણ કરવા માટે સંસ્કૃતના જુદા જુદા શ્લોકો સાથે હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત કરી આ મહાકાવ્યના અનેક પ્રસંગો યથાચરિત પેઇન્ટિંગ્સ તૈયાર થયા છે અને સાતેય કાંડને ત્રણ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે.

રામાયણ લખવા માટે ઇટાલિયન કાગળનો ઉપયોગ

આ રામાયણમાં ખાસ ઇટાલિયન કાગળ વાપરવામાં આવ્યા છે.જે 100 વર્ષની ગેરંટી સાથે આવે છે એટલે 100 વર્ષ સુધી આ કાગળને કંઈ થતું નથી.વડીલો આસાનીથી વાચી શકે તે રીતનું છાપકામ અને ટાઇપ સેટિંગ રાખવામાં આવ્યા છે.જો કે યુવા પેઢી માટે પણ આ રામાયણ ખૂબ જ આકર્ષક કરનારી છે.

આ પણ વાંચો : રાજકોટના ઉપલેટામાં વરસાદ વરસ્યો, ગોંડલ, જામકંડોરણા અને ધોરાજીમાં પણ છૂટોછવાયો વરસાદ

બોક્સ બનાવવા માટે કેનેડાથી લાકડા ઇમ્પોર્ટ કરવામાં આવ્યા

રામાયણના ત્રણેય વોલ્યુમને સાચવવા માટે લાકડાની આકર્ષક પેટી અને સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.આ રામાયણના ત્રણ પુસ્તકો, પટારો અને સ્ટેન્ડ સાથે કુલ વજન 45 કિલો છે. બોકસ બનાવવા માટે ખાસ કેનેડાથી 7 કન્ટેનર ભરીને લાકડા ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે.વિષયની શુદ્ધતા જાળવવા માટે પ્રિન્ટિંગમાં વેજીટેબલ ઈન્ક અને બાઈન્ડીંગમાં પ્રાણીજન્ય ગુંદરને બદલે વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video