Rajkot: ધોધમાં નહાવા જતા ત્રણ લોકો ફસાયા, જુઓ Video

|

Jun 29, 2023 | 9:22 PM

Rajkot: ધોરાજીના પાટણવાવમાં ઓસમ ડુંગર પરથી પડતા ધોધમાં નહાવા જતા ત્રણ લોકો ફસાયા હતા. તંત્ર દ્વારા ત્રણેય લોકો ને રેસ્ક્યું કરી અને બહાર કાઢવામાં આવ્યા. એક યુવક અને બે યુવતીઓ ડુંગર પર થી પડતા પાણી ના ધોધ માં નહાવા જતા ફસાઈ હતા.

Rajkot: ધોરાજી પંથકમાં 3 લોકો ધોધમાં નહવા ગયા અને ફસાઈ ગયા. આ ઘટના પાટણવાવ ગામ ખાતે બની છે. જ્યાં ઓસમ ડુંગર પરથી પડતા ધોધમાં એક યુવક અને બે યુવતીઓ નાહવા ગયા હતા. અચાનક પાણીનો પ્રવાહ વધતાં ત્રણેય ફસાઈ ગયા હતા. તેમણે મદદ માટે બૂમો પાડી હતી. ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિત ગ્રામજનો ત્યાં પહોંચી ગયા હતા અને વહીવટી તંત્રને જાણ કરી હતી.

આ પણ વાંચો  : ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ, આગોતરા વાવેતર કરાયેલા પાકોને નુક્સાન, જુઓ Video

ડૂબ્યા હોવાની વાત બાદ પોલીસ, મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ દોરડું લટકાવીને તમામને સલામત બહાર કાઢ્યા હતા. આમ ત્રણેયની જિંદગી બચી ગઈ હતી. જીવન બચાવવા બદલ તેઓએ તંત્રનો આભાર માન્યો હતો. ભારે વરસાદને કારણે રાજકોટમાં જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેની વચ્ચે ધોરાજીમાં આ ઘટના બની હતી જે તમામ લોકો માટે આંખ ઉઘાડવા સમાન છે. કારણ કે મજા માણવા ધોધમાં યુવાનો નહાવા પડ્યા અને આ ઘટના બની જેમાં તેમનો જીવા પણ જાય તેવી શ્કયતાઓ હતી પરંતુ સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:21 pm, Thu, 29 June 23

Next Video