રાજકોટમાં રાજ્યની પ્રથમ એઇમ્સની ઓપીડી 31 ડિસેમ્બરે શરૂ થશે

|

Dec 30, 2021 | 5:46 PM

રાજકોટ એઈમ્સમાં OPD એટલે બાહ્ય રોગ વિભાગ શરૂ થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે.ત્યારે બુધવારે (30 ડિસેમ્બરે) નોન- એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂંક પામેલા 17 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.

આવતીકાલથી રાજકોટમાં (RAJKOT) રાજ્યની પ્રથમ એઇમ્સની(AIIMS) ઓપીડી (OPD) શરૂ થશે. જેનાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે. આવતીકાલથી રાજકોટ એઈમ્સમાં 5 વિભાગોની ઓપીડીની કરવામાં આવશે જેના માટે 17 જેટલા સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની (DOCTORS) નિમણૂક કરાઈ છે. અહીં માત્ર 10 રૂપિયામાં જ નિષ્ણાત ડોક્ટર દર્દીની તપાસ થઈ શકશે. જો કે, બીજી તરફ હાલ દર્દીઓને એઈમ્સ સુધી પહોંચવામાં થોડી હાલાકી પણ પડશે. એઈમ્સના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે રસ્તા અને એઈમ્સની બિલ્ડિંગના કામ અધૂરા છે. બિલ્ડિંગના કામ અધૂરા હોવાથી હાલ એક રૂમમાં ત્રણ ડોક્ટરને બેસવું પડશે.

એઇમ્સમાં 17 નોન-એકેડેમિક સિનિયર રેસિડન્ટ તબીબનાં નામ જાહેર

રાજકોટ એઈમ્સમાં OPD એટલે બાહ્ય રોગ વિભાગ શરૂ થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે.ત્યારે બુધવારે (30 ડિસેમ્બરે) નોન- એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂંક પામેલા 17 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે

તબીબો પૂરતા ફર્નિચર સાથે કામ કરવા તૈયાર થયા છે. હવે આવતીકાલે (31 ડિસેમ્બર 2021) એઇમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહા અને કોચ દ્વારા એઈમ્સની ઓપીડી ખુલ્લી મૂકશે અને ત્યાર બાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. જોકે ઓપરેશન હાલના સમયે શરૂ થઇ શકશે નહીં. પરંતુ ઓપરેશન થિયરેટર તૈયાર થયા બાદ જરૂરી ઓપરેશનો કરવામાં આવશે.

આ પણ વાંચો : RAJKOT : 31 ડિસેમ્બરે ભાજપનો રૉડ-શૉ, પૂર્વ સીએમ રૂપાણી અને પાટીલની નારાજગી દૂર કરવાનો પ્રયાસ ?

આ પણ વાંચો : રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો: છેલ્લા ચાર દિવસમાં ઝીંકાયો આટલો વધારો

 

Next Video