Rajkot માં રાષ્ટ્રધ્વજની ગરીમા ભૂલ્યા રાજનેતાઓ, જિલ્લા પંચાયતની સભામાં અધિકારીઓ અને સભ્યોએ તિરંગાનો બેઝ ઉંધો લગાવ્યો

|

Aug 05, 2022 | 10:12 PM

રાજકોટ(Rajkot) જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને સભ્યોએ તિરંગાનું અપમાન કર્યું. સભ્યોએ તિરંગાનો બેજ તો લગાવ્યો પરંતુ આ બેજ તેમણે ઉંધો લગાવ્યો છે. તિરંગા અભિયાનમાં લોકોને સામેલ થવાની અપીલ કરી રહેલા આ અધિકારીઓ અને સભ્યોને ખ્યાલ જ નહોતો કે તેમણે ઉંધો બેજ લગાવ્યો છે.

આઝાદીના અમૃત મહોત્સવ( Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત સરકારે ભારત ભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. તિરંગા અભિયાન અંતર્ગત સરકાર દેશના તમામ નાગરિકોને તિરંગો લહેરાવવા માટે અપીલ કરી રહી છે અને તેમને અભિયાનમાં જોડી રહી છે. પરંતુ રાજકોટથી(Rajkot) એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રાષ્ટ્રધ્વજને(National Flag)  લઇને લોકો અને કેટલાક નેતાઓમાં પણ સમજ કેટલી ઓછી છે તેનો ખ્યાલ આવે છે. આ અભિયાનમાં તમામ રાજનેતાઓ પણ જોડાય છે પરંતુ કેટલાક નેતાઓને રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવાનો ખ્યાલ નથી રહેતો. જેનું ઉદાહરણ જોવા મળ્યું રાજકોટમાં.

અધિકારીઓ અને સભ્યોને ખ્યાલ જ નહોતો કે તેમણે ઉંધો બેજ લગાવ્યો છે

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને સભ્યોએ તિરંગાનું અપમાન કર્યું. સભ્યોએ તિરંગાનો બેજ તો લગાવ્યો પરંતુ આ બેજ તેમણે ઉંધો લગાવ્યો છે. તિરંગા અભિયાનમાં લોકોને સામેલ થવાની અપીલ કરી રહેલા આ અધિકારીઓ અને સભ્યોને ખ્યાલ જ નહોતો કે તેમણે ઉંધો બેઝ લગાવ્યો છે.રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો તેમનો ઇરાદો નહીં હોય અને તેમણે જાણીજોઇને ઉંધો બેજ નહીં લગાવ્યો હોય. પરંતુ સભામાં ઉપસ્થિત અન્ય લોકોનું પણ આ બેદરકારી કે ભૂલ પ્રત્યે ધ્યાન ન ગયું. રાષ્ટ્રધ્વજ એ આપણું ગૌરવ છે, ગરિમા છે, અભિમાન છે અને આત્મસન્માન છે.  આથી રાષ્ટ્રધ્વજની ગરિમા પૂરેપૂરી જળવાય તેનો ખ્યાલ રાખીને જ સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહેતા TV9 આપને આ સમાચાર દર્શાવી રહી છે. આપને એવો વિચાર થતો હશે કે આ વિઝ્યુલ કેમ ઉંધા દેખાય છે.પરંતુ તિરંગાની ગરિમા જળવાય અને તિરંગો સીધો દેખાય એ માટે TV9એ આ વિઝ્યુલને ઊંધા કર્યા છે.

TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ તેમની ભૂલ સ્વીકારી છે. જિલ્લા પંચાયતના અધિકારીઓ અને સભ્યોની બેદરકારી મુદ્દે પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું કે રાષ્ટ્રધ્વજ એ આપણું ગૌરવ છે.દરેકે તેમની ગરિમા જાળવવી જોઇએ.  જિલ્લા પંચાયતના સભ્યોથી ભૂલ થઇ હોય તો તેમણે ભૂલ સ્વીકારવી જોઇએ અને ફરી વખત આવું ન બને તેમ માટે અમે તેમને સૂચના આપીશું.

(With Input Mohit Bhatt, Rajkot ) 

Published On - 7:26 pm, Fri, 5 August 22

Next Video